Aapnu Gujarat
ગુજરાત

કાંટાવેડા તેમજ ગોયાસુંડલ ગામમાં દીપડા બે બાળકોને ફાડી ખાધા

પંચમહાલ જીલ્લાના વનરાજીથી ભરપુર એવા ઘોંઘબા તાલૂકામાં આવેલા ગ્રામીણ વિસ્તારોમાં દિપડાના માનવવસ્તી પર હૂમલાની ઘટનાઓ છાસવારે બનતી રહે છે.તાલૂકાના કાંટાવેડા તેમજ ગોયાસુંડલ ગામે દિપડાએ કિશોરો પર હૂમલો મોત થયુ હતૂ.બનાવને લઇને વનવિભાગની ટીમ ઘટના સ્થળે પહોચી હતી. “““
પંચમહાલ જીલ્લાના ઘોઘંબા તાલુકાના આવેલા ગ્રામીણ વિસ્તારમાં દીપડાઓ ખોરાકની શોધમાં રહેણાંક વિસ્તારમાં ઘુસી આવવાને કારણે હુમલાઓની ઘટના બનતી રહે છે, તેના કારણે અહીંના સ્થાનિક ગ્રામવાસીઓમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.અહીંના વિસ્તારોમાં દીપડાઓ ઘરમાં માનવ વસ્તી પર આવીને હુમલો કરે છે. ઢોર ચરાવતા ગોવાળો પર પણ હુમલો કરે છે ત્યારે ઘોંઘબા તાલુકાના કાંટાવેડા ગામ જંગલને અડીને આવેલું છે. આ ગામમાં રહેતો કિશોર મેહુલભાઇ નાયક જંગલમા બકરા ચરાવવા ગયો હતો. અચાનક જંગલમાંથી દીપડા હુમલો કર્યો હતો. દીપડાના હુમલાને કારણે ઝખમો પડી જતા કિશોર લોહીલુહાણ થઈ ગયો હતો. બનાવની જાણ પરિવારજનો અને ગ્રામવાસીઓને થતા તેઓ બનાવ સ્થળે પહોંચ્યા હતાં. વનવિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. કિશોરના મોતને પગલે ગ્રામજનોમાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો.
બીજો એક બનાવ ગોયાસુંડલ ગામમાં બન્યો હતો જેમાં નિલેષ નામનો કિશોર પોતાનાં ઘરની બહાર રમતો હતો તે સમયે દીપડાએ હુમલો કરીને નિલેષને ઝાડીમાં લઈ ગયો હતો જ્યાં તેનું મોત નિપજ્યું હતું. નોંધનીય છે કે, આ પહેલા વાવકુલ્લી ગામે દીપડાએ કિશોરને મોતને ઘાટ ઉતારી દીધો હતો.
(અહેવાલ :- વિજયસિંહ સોલંકી, પંચમહાલ)

Related posts

ગાંધીનગરમાં ૫૦ વોલ્વો બસનું લોકાર્પણ

aapnugujarat

હવે વિદ્યાર્થીઓને નવરાત્રિનું વેકેશન મળશે

aapnugujarat

ગાંધીનગર ખાતે રિઝલ્ટ પ્રોસેસીંગ સેન્ટરના મકાનનો શિલાન્યાસ શિક્ષણ મંત્રી ચુડાસમાના હસ્તે કરાયું

editor

Leave a Comment

UA-96247877-1