Aapnu Gujarat
ગુજરાત

માસ્ક નિયમના ધજાગરા ઉડાડી પોલીસ કાફલા સાથે ભાઈગીરી કરતી એમ.પી.ની મહિલાઓ

ડભોઇ વેગા નજીક બપોરના ૩.૩૦ વાગ્યાના સમય દરમ્યાન ડભોઇ પોલીસ સૂચના મુજબ માસ્ક ન પહેરલા લોકો સામે કાર્યવાહી કરી રહી હતી તે અરસામાં નેપાનગર મધ્યપ્રદેશનો એક પરિવાર દીકરીના લગ્નઅર્થે જમનાનગર જઇ રહ્યા હતા તે અરસામાં તમામે માસ્ક ન પહેરેલ હોય ડભોઇ પોલીસ દ્વારા માસ્કની પાવતી આપતા મહિલાઓ ઉગ્ર બની હતી અને પોલીસ સાથે રકઝક કરવા લાગેલ અને પોલીસ દ્વારા મહિલાઓ સાથે ગેરવર્તણૂકથી વાત કરવામાં આવતી હોવાના આક્ષેપો સાથે વેગા નજીક રોડ ઉપર ઉભા રહી જઇ રસ્તો બંધ કરી ટ્રાફિકની સમસ્યા સર્જી હતી. આખરે ડભોઈ પી.આઈ.જે.એમ.વાઘેલા સ્થળ ઉપર આવી જતાં તમામ ૧૨ ઉપરાંત મહિલાઓની છોકરાઓ સાથે અટકાયત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. ડભોઇ પોલીસના જવાનોને ઉપરથી મળેલ સૂચનાના આધારે વેગા નજીક વાહન ચેકિંગ કરી માસ્ક ન પહેરલા લોકો સામે કાયદેસર દંડનીય કાર્યવાહી કરી રહ્યા હતા જે અરસામાં બોડેલી તરફથી નેપાલનગર મધ્યપ્રદેશ થી કેટલીક મહિલાઓ અને બાળકો વડોદરા તરફ જમનાનગર દીકરીના લગ્ન પ્રસંગ માટે જઇ રહ્યા હતા. પોલીસ દ્વારા તેમણે રોકતા અને માસ્ક વિષે પૂછતા તેમણે માસ્ક ન પહેરેલ હોય પોલીસ દ્વારા તેમણે માસ્કનો દંડ કરવામાં આવ્યો હતો જ્યારે મહિલાઓ પોલીસ સાથે એકાએક બોલાચાલી કરવા લાગી હતી અને મહિલાઓ દ્વારા પોલીસ દ્વારા મહિલાઓ સાથે ગેરવર્તણૂંકથી વાત કરવામાં આવી હોવાના આક્ષેપો સાથે રસ્તો રોકી ઉભી થઈ ગઈ હતી જેને કારણે ૧ કિલોમીટર સુધીનો લાંબો ટ્રાફિક જામ થઈ જવા પામ્યો હતો. જોકે ડભોઇ પોલીસ પી.આઈ.જે.એમ.વાઘેલા સ્થળ ઉપર આવી જતાં ત્વરીત મહિલાઓને રોડના કિનારે કરી જામેલ ટ્રાફિક હળવો કરાયો હતો. મહિલાઓએ સોશ્યલ ડિસ્ટન્સિંગનો પણ કાયદો ભંગ કર્યો હોય મહિલાઓની અટકાયત કરી ડભોઈ પી.આઈ. જે.એમ.વાઘેલાએ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


(તસવીર / વિડિયો / અહેવાલ :- વિકાસ ચતુર્વદી, ડભોઈ)

Related posts

મહિસાગરમાં ન્હાવા પડેલા પાંચ યુવાનો ડૂબતા ચકચાર

aapnugujarat

જુનાગઢની જેલમાં બંધ બુટલેગરે લોકસભા માટે ફોર્મ ભર્યું

aapnugujarat

રાજ્યમાં માવઠાની આગાહીથી ખેડૂતો ચિંતિત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1