Aapnu Gujarat
રાષ્ટ્રીય

ટેરર ફંડિગ કેસમાં ગિલાનીના જમાઇ સહિત ત્રણ શખ્સોને કસ્ટડીમાં લેવાયા

નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી (એનઆઇએ) દ્વારા અલગતાવાદી નીડર સૈયદ અલી શાહ ગિલાનીના જમાઇ અલ્તાફ અહેમદ શાહને કસ્ટડીમાં લઇ લેતા કટ્ટરપંથી લીડરોમાં નારાજગીનુ મોજુ ફરી વળ્યુ છે. આ સંબંધમાં અન્ય ત્રણ લોકોને પણ કસ્ટડીમાં લઇ લેવામાં આવ્યા છે. ટેરર ફંડિંગ અને કાશ્મીરમાં હિંસા ભડકાવી દેવાના મામલે એનઆઇએ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. ગિલાનીના જમાઇ ઉપરાંત બે અન્ય હુરિયત નેતા અયાજ અકબર અને મેહરાજુદ્દીન કલવલને પણ કસ્ટડીમાં લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અત્લાફ ફુંટુશના નામથી લોકપ્રિય ગિલાનીના દમાઇની ૧૨મી જુનના દિવસે એનઆઇએ દ્વારા છ કલાક સુધી લાંબી પુછપરછ કરવામાં આવી હતી. આ પુરપરછ અત્સાફની સંપત્તિ અને આવકના સોર્સના મામલે કરવામાં આવી છે. આ પુછપરછ પાકિસ્તાન સ્થિત સંગઠનો પાસેથી હિંસા ફેલાવવાના મામલે પણ કરવામાં આવી છે. કાશ્મીર ખીણમાં કટ્ટરપંથીઓ દ્વારા વારંવાર હિંસા ફેલાવી દેવામાં આવે છે. આમાં મદદ પણ કરવામાં આવે છ. ત્રાસવાદીઓને ટેકો આપવાનો અલગતાવાદીઓ પર સતત આક્ષપ થતો રહ્યો છે. એનઆઇએ દ્વારા તેમની ગતિવિધી પર છેલ્લા કેટલાક દિવસથી સતત નજર રાખી રહી હતી. હવે જંમાઇ સહિત ત્રણ લોકોને કસ્ટડીમાં લઇ લેવામાં આવ્યા બાદ કેટલીક નવી વિગત સપાટી પર આવે તેવી શક્યતા દેખાઇ રહી છે. ટેરર ફંડિંગનો મામલે દેશમાં ગરમ રહ્યો છે. હજુ આ મામલો વધારે ગરમી પકડે તેની શક્યતા દેખાઇ રહી છે.અલગતાવાદી લીડરોમાં હાલ નારાજગી દેખાઇ રહી છે.

Related posts

જીએસટી રેટ્‌સમાં ફેરફાર કરવાનું વડાપ્રધાને કહ્યું હતુંઃ રાજનાથસિંહ

aapnugujarat

भाजपा किसानों के हितों की खुली बोली लगा रही है : कांग्रेस

aapnugujarat

કાશ્મીર કોઈના પિતાની જાગીર નથી : અસદુદ્દીન ઓવૈસી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1