Aapnu Gujarat
ગુજરાત

વિરમગામમાં પ્રકૃતિ વંદના કાર્યક્રમ યોજાયો

પર્યાવરણ, વન અને જીવસૃષ્ટિ સરક્ષણના હેતુથી જીલ્લા કક્ષાનો “પ્રકૃતિ વંદન” કાર્યક્રમ વિરમગામ ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો. હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન તથા પર્યાવરણ સંરક્ષણ ગતિવિધિના સંયુક્ત ઉપક્રમે વિરમગામના રામમહેલ મંદિર ખાતે કાર્યક્રમનું પુજ્ય મહંત શ્રી રામકુમારદાસ બાપુના પ્રમુખસ્થાને આયોજન કરવામાં આવ્યુ હતું. પુજ્ય મહંત શ્રી રામકુમારદાસ બાપુ સહિત ઉપસ્થિત લોકો દ્વારા તુલસીનું પૂજન કરવામાં આવ્યું હતું અને પ્રકૃતિના રક્ષણનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. રામકુમાર દાસ બાપુ દ્વારા આશીર્વચન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિરમગામ તાલુકાના સંઘચાલક ભરત ગોસ્વામી, જિલ્લા કાર્યવાહ રમેશ જાદવ, તાલુકા કાર્યવાહ હરિવંશ શુક્લ, નગર કાર્યવાહ ભુપેન્દ્ર પટેલ સહિતના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત વિરમગામ, નળકાંઠા, માંડલ, દેત્રોજ, સાણંદ, પાટડી, દસાડા તાલુકામાં પણ અનેક પરિવારો દ્વારા પોતાના ઘરે પ્રકૃતિ વંદના કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય સ્વંસેવક સંઘના સરસંઘચાલક મોહનરાવ ભાગવતનું ઓનલાઇન ઉદબોધન સાંભળવામાં આવ્યું હતું.


(તસવીર / વિડિયો / અહેવાલ :- વંદના નીલકંઠ વાસુકિયા, વિરમગામ)

Related posts

મારુ ગામ કોરોના મુક્ત રહે તે માટે મહિલા સરપંચની કોવિડ-૧૯ માર્ગદર્શિકાની અસરકારક અમલવારી

editor

सूरत के उमवाडा क्षेत्र में स्थित सरकारी स्कूल में बच्ची के साथ शिक्षक द्वारा छेड़छाड़

aapnugujarat

વધતી જતી ગરમી વચ્ચે ઝાડા ઉલ્ટીના ૫૬૦ કેસો સપાટીએ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1