Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચારતાજા સમાચાર

તમારા પ્રદેશમાંથી આતંકવાદ બંધ કરો : ભારત-અમેરિકાની પાકિસ્તાનને ચેતવણી

ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આતંકવાદ મુદ્દે પાકિસ્તાનને ફરી જોરદાર લપડાક મારતાં સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં ચેતવણી આપી હતી કે ‘તમારા પ્રદેશમાં ચાલતી આતંકી ગતિવિધીઓને બંધ કરાવો’. ભારત-અમેરિકાએ આતંકવાદીઓ અને તેમનાં અડ્ડાઓને નેસ્તાનાબુદ કરવાનો સંકલ્પ લીધો છે. પ્રેસ કોન્ફરન્સ બાદ ડોનાલ્ડ ટ્રમ્પે નરેન્દ્ર મોદીને સાચા મિત્ર ગણાવ્યા હતાં. અમેરિકી પ્રમુખે જણાવ્યું હતું કે, ભારત-અમેરિકાની નેવી જાપાનની નેવી સાથે મળીને યુદ્ધાભ્યાસ કરશે. ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્રમ્પ અને તેમનાં પરિવારને ભારત આવવા માટે આમંત્રણ આપ્યું છે.
આતંકવાદ પર આક્રમક થઈને બોલતાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, ભારત-અમેરિકા સાથે મળીને ત્રાસવાદને ખત્મ કરી દેશે. બંન્ને દેશો આતંકવાદના મુદ્દે ગુપ્તચર માહિતીની આપ-લે કરવાની વાત પર સહમત થયા છે. ડોનાલ્ડ ટ્રમ્પે અફઘાનિસ્તાનમાં ભારત જે રીતે સહયોગ કરી રહ્યું છે તેની ભરપૂર પ્રશંસા કરી છે.
ડોનાલ્ડ ટ્રમ્પે મોદીની પ્રશંસા કરતાં કહ્યું હતું કે, વિશ્વની સૌથી મોટી લોકશાહી એવી ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અમેરિકા આવવું એ અમારાં માટે સન્માનની વાત છે. આ વર્ષે ભારત પોતાની આઝાદીનાં ૭૦ વર્ષ મનાવશે. હું ભારતને શુભેચ્છા પાઠવું છે. મેં મારાં ચૂંટણી પ્રચાર દરમિયાન પણ ભારતને સાચો મિત્ર ગણાવ્યો હતો.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું અમારી પાસે સંબંધો સુધારવાનું લોંગ વિઝન છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, નવી ટેકનિક, નવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે અમે આગળ વધી રહ્યાં છે. અમને ખુશી છે કે, બંન્ને દેશો વચ્ચેનો વ્યવસાય ઝડપથી વિકસી રહ્યો છે. ભારત દ્વારા હજારો એરક્રાફ્ટની ખરીદી કરવામાં આવતાં અમેરિકામાં ઘણાં લોકોને રોજગારી મળી છે.

Related posts

સિટિઝનશીપ બિલ, ત્રિપલ તલાક બિલ અટવાઈ પડ્યા

aapnugujarat

ન્યૂનતમ રકમના વચનને લઇ માયાના કોંગી પર પ્રહાર

aapnugujarat

कुछ लोग चाहते है गांधी नहीं बल्कि RSS बने भारत का प्रतीक : सोनिया गांधी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1