Aapnu Gujarat
ગુજરાત

એરાલ ગામમાં મહાકાય અજગર દેખાયો

પંચમહાલ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થયો છે. વરસાદને કારણે જિલ્લો લીલોછમ થઈ ગયો છે. ચોમાસામાં સરીસૃપો બહાર નીકળવાની ઘટનાઓ બનતી રહે છે જેમાં સાપ, ઘો, અજગર જેવાનો સમાવેશ થાય છે. કાલોલ તાલુકાના એરાલ ગામના તળાવમાં મહાકાય અજગર જોવા મળતા લોકોમાં ફફડાટ મચી જવા પામ્યો હતો.તળાવની કિનારે માછીમારી કરવામાં આવતી જાળમાં અજગર ફસાઇ ગયો હતો. જોકે આ ફસાયલા અજગર તરફ સ્થાનિકોની નજર જતાં તરત જ તેમને વનવિભાગ દ્વારા જાણ કરી હતી. અજગરને જાળમાંથી મુક્ત કરી વનવિભાગ દ્વારા તેનું રેસક્યુ કરવામાં આવ્યું હતું. અંદાજિત ૧૦ ફૂટ જેટલો લંબાઈ ધરાવતો અજગરને લઈને ફફડાટ જોવા મળ્યો હતો. ત્યારબાદ તેને સલામત સ્થળે છોડી મુકવામાં આવ્યો હોવાની જાણકારી મળી છે.
(તસવીર / અહેવાલ :- વિજયસિંહ સોલંકી, પંચમહાલ)

Related posts

ओढव में माता – पुत्री की हत्या से सनसनी

aapnugujarat

ઉનામાં ભત્રીજાએ કાકા અને પિતરાઇ ભાઈની હત્યા કરી

editor

લોકસભા ચૂંટણી લડવાનો હાર્દિક પટેલે સંકેત આપ્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1