Aapnu Gujarat
ગુજરાત

ઉનામાં ભત્રીજાએ કાકા અને પિતરાઇ ભાઈની હત્યા કરી

રાજ્યમાં ક્રાઇમની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. નાની-નાની વાતે લોકોની હત્યા થઈ જતી હોવાના કિસ્સાઓ પણ સામે આવે છે. ત્યારે સાવ નાની એવી વાતને લઈને ઉનામાં એક વ્યક્તિએ તેના કાકા અને પિતરાઈ ભાઈની હત્યા કરી દીધી હતી. બંનેની હત્યા કર્યા બાદ હત્યારો ઘટના સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો અને પરિવારના સભ્યો સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી. જેથી પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને પિતા પુત્રના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને ગણતરીના કલાકોની અંદર જ પિતા-પુત્રની હત્યા કરનારા ઈસમની પોલીસે ધરપકડ કરી હતી. હત્યારા ભત્રીજાએ કાકા અને પિતરાઇ ભાઈની હત્યા કરીને કાકીને પણ ધમકી આપી હતી.
રિપોર્ટ અનુસાર ઉનાથી ૫ કિલોમીટર દૂર તપોવન આશ્રમ આવેલો છે અને આશ્રમની સામેના ભાગમાં એક વાડીમાં મેર પરિવાર રહે છે. આ વાડીમાં પ્રતાપ મેર તેમના પુત્ર અને પત્ની સાથે રહે છે. જે સમયે પ્રતાપ મેર અને તેમનો પુત્ર ભરત મેર વાડીમાં બેઠા હતા તે સમયે રસ્તાની વાતને લઈને બોલાચાલી થતા ભત્રીજો ધર્મેશ પ્રતાપ મેરની વાડીએ આવ્યો હતો. ધર્મેશે કાકા પ્રતાપ અને પિતરાઇ ભાઇ ભરત સાથે ઝઘડો કર્યો હતો. આ ઝઘડા દરમિયાન ધર્મેશે કાકા અને પિતરાઇ ભાઇ પર બુક્તિ વડે હુમલો કર્યો હતો. આ ઘટનામાં પ્રતાપ મેર અને ભરત મેરને ગંભીર ઇજાઓ થઈ હતી. ઘટનામાં પ્રતાપ મેરનું ઘટના સ્થળ પર મોત થયું હતું અને ભરતનું હોસ્પિટલે લઇ જતા સમયે રસ્તામાં મોત નીપજ્યું હતું.
ધર્મેશે કાકા અને પિતરાઇ ભાઈની હત્યા કર્યા બાદ કાકીને પણ ધમકી આપી હતી કે હવે તારો વારો છે. ઘટના બાબતે પરિવારના સભ્યએ પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પોલીસે પિતા પુત્રના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ઉનાની સરકારી હોસ્પિટલમાં ખસેડયો હતો અને સમગ્ર મામલે ધર્મેશ સામે હત્યાનો ગુનો નોંધીને તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે ધર્મેશને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવી હતી અને હત્યાની ઘટનાના ગણતરીના કલાકોમાં જ પોલીસે ધર્મેશની ધરપકડ કરી લીધી હતી. ઉનામાં ભત્રીજાએ જ કાકા અને પિતરાઇ ભાઈની હત્યા કરી હોવાના કારણે આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.

Related posts

દ.ગુજરાતનો પ્રવાસ રાહુલ ગાંધી જંબુસરથી શરૂ કરશે

aapnugujarat

લાંભા રોડ પર સાડીનો છેડો બાઇકમાં ફસાઈ જતાં અક્સ્માત : પત્નીનું મોત

aapnugujarat

શેઠ પી.ટી આર્ટસ એન્ડ સાયન્સ અને લો કોલેજ દ્વારા સ્વચ્છતા અભિયાન

editor

Leave a Comment

UA-96247877-1