Aapnu Gujarat
Uncategorized

સોમનાથ ટ્રસ્ટ દ્વારા હવે દેશની ૧૨ ભાષાઓમાં મંદિરનો ઈતિહાસ સમજાવતી સીડી અને ડીવીડી મળશે

વિશ્વ પ્રસિદ્ધ શ્રી સોમનાથ મહાદેવ મંદિરે દેશનાં વિવિધ રાજ્યો અને વિવિધ ભાષાઓ બોલતાં લોકો દર્શનાર્થે આવે છે. સોમનાથ આવતાં ભક્તોને મંદિરનું મહાત્મ્ય, ધાર્મિક કથા, સર્જન-વિસર્જન અને પ્રાચીન કાળથી હાલનાં નિર્મિત મંદિર સુધીની દિવ્ય કથાની સી.ડી. હાલમાં અત્યાર સુધી હિંદી-ગુજરાતીમાં જ મળતી હતી પરંતુ સોમનાથ ટ્રસ્ટનાં ટ્રસ્ટી પ્રવિણ લહેરીનાં પ્રયત્નોથી હવે ૧૨ ભાષાઓમાં તૈયાર થયેલ સી.ડી. મંદિર ખાતે મળશે જેમાં ‘સોમનાથ કી કહાની’ નામક આ દૃશ્ય-શ્રાવક સી.ડી. કનાડા, ઉડીયા, સિંધી, તેલુગુ, પંજાબી, મલયાલમ, બંગાળી, મરાઠી, ગુજરાતી, હિંદી, આસામી અને અંગ્રેજીનો સમાવેશ થાય છે. વિવિધ ભાષાઓમાં તરજુમો-અવાજ-ભાષાંતર માટે મુંબઈ ફિલ્મ ઉદ્યોગનાં વિવિધ પ્રાંતોના અને મુંબઈનાં ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલા તજજ્ઞોનો સહકાર લેવામાં આવ્યો છે ને કથાનો મૂળ ભાવાનુવાદ જળવાય રહે તેનું પણ ધ્યાન રખાયું છે. ભાવિકો માટેની આવી સુવિધા આપતું રાજ્યનું કદાચ આ પ્રથમ મંદિર છે.

રિપોર્ટર :- મિનાક્ષી ભાસ્કર વૈધ (પ્રભાસપાટણ)

Related posts

પ્રદેશ ભાજપ મીડિયા વિભાગ દ્વારા મહેસાણા ખાતે જિલ્લાના પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો સાથે સંવાદ કાર્યક્રમ

editor

રાજકોટના ઈશ્વરીયા પાસેથી લૂંટ પ્રકરણમાં ફરાર આરોપી ઝબ્બે

editor

રાજકોટ જિલ્લામાં બ્લુ વ્હેલ ગેમ અંગે પ્રતિબંધાત્મક હુકમ જાહેર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1