Aapnu Gujarat
Uncategorized

રાજકોટ જિલ્લામાં બ્લુ વ્હેલ ગેમ અંગે પ્રતિબંધાત્મક હુકમ જાહેર

બ્લુ વ્હેલ ગેમ/બ્લુ વ્હેલ ચેલેન્જ વિગેરે નામોણી સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ તથા ઇન્ટરનેટ ના વિવિધ કોમ્યુનીકેશનના માધ્યમના ઉપયેાગ વડે કયુરેટર એડમીનીસ્ટ્રેટર બની યુવાનોને આત્મહત્યા માટે દુષ્પ્રેરિત કરવામાં આવી રહ્યાનું ધ્યાનમાં આવેલ છે. આથી રાજકોટ જિલ્લા કલેકટર ડો. વિક્રાંત પાંડે એ તેમને મળેલી સત્તાની રૂ એ ફોજદારી અધિનિયમ કલમ ૧૪૪ તથા ગુજરાત પોલીસ એકટની કલમ ૩૭ અન્વયે જાહેર સલામતી અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને કોઇપણ પ્લેટફોર્મ ( બ્લુ વ્હેલ ગેમ/બ્લુ વ્હેલ ચેલેન્જ) મારફતે કયુરેટર/એડમિનીસ્ટ્રેટરના રોલ પ્લે કરવા આત્મહત્યા માટે ઇન્ટરનેટના માધ્યમથી દુષ્પ્રેરિત કરવા અથવા એવી ગેમ /કોમ્યુનિકેશનમાં ભાગ લેવાકે તેમાં મદદરૂપ થવા પર પ્રતિબંધ ફરમાવેલ છે. સાથોસાથ જે પણ વ્યક્તિને રાજકોટ જિલ્લામાં કોઇપણ અન્ય વ્યક્તિ એવી ગતીવિધિમાં ભાગ લેતા ધ્યાને આવે તો નજીકના પોલીસ સ્ટેશનમાં ઓછામાં ઓછા સમયમાં જાણ કરવાની ફરજ કરવામાં આવેલ છે. આ જાહેરનામું રાજકોટ શહેર પોલીસ કમિશ્નરેટની હુકુમત સિવાયના સમગ્ર રાજકોટ જિલ્લાના વિસ્તારમાં તા. ૭-૧૧-૨૦૧૭ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

Related posts

દિયોદર DYSP તેમજ PSI નું કરવામાં આવ્યું સન્માન

editor

ઉપલેટા નગરપાલિકામાં ફરી એક વાર ભગવો લહેરાયો

editor

ભાજપની જીત પછી પ્રહલાદ મોદીએ કર્યા દ્વારકાધિશને નમન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1