Aapnu Gujarat
ગુજરાત

નિયમિત કામ કરતા કર્મચારીઓને ખાતાકીય તપાસ વગર છૂટા ન કરી શકાય

રાજ્યના લાખો ફિક્સ પગાર ધારકોને અસર કરતો ગુજરાત હાઈકોર્ટે મહત્વનો હુકમ કર્યો છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે, રાજ્ય સરકાર માટે નિયમિત નિમણૂક પર કામ કરતા હોય કે ફિક્સ પગારમાં કામ કરતા હોય તેવા કોઈપણ કર્મચારીને ખાતાકીય તપાસ કર્યા વિના છુટા કરી શકાશે નહીં.
હાઈકોર્ટમાં ચાલી રહેલા એક મામલા પર કોર્ટે કહ્યું કે, વ્યક્તિ ફિક્સ પગાર પર કામ કરે છે તે આધાર પર ખાતાકીય તપાસ કર્યા વિના તેમને નોકરીમાંથી દૂર કરવા તે કાયદાથી વિપરીત છે. આ અવલોકન ગુજરાત હાઈકોર્ટે કર્યું છે. ફિક્સ પગારના કર્મચારીઓ સામે રાજ્ય સરકારે કરેલી અપીલ કોર્ટે ફગાવી દીધી છે.
રાજ્ય સરકારના અનેક વિભાગોમાં લાખો કર્મચારીઓ ફિક્સ પગારમાં કામ કરી રહ્યાં છે. તેમના ફિક્સ પગારના સમયમાં જો કોઈ અડચણ આવે ત્યારે તેમને કોઈપણ તપાસ કર્યા વગર છુટા કરી દેવામાં આવે છે. પરંતુ હાઈકોર્ટના નિર્ણય બાદ જો કોઈ ફિક્સ પગારના કર્મચારી સામે કોઈપણ વિવાદ હોય અથવા કોઈ બાબત તને તો તેની ખાતાકીય તપાસ ફરજીયાત કરવામાં આવશે. જ્યાં સુધી આ તપાસ ન થાય ત્યાં સુધી સરકાર કોઈ કર્મચારીને નોકરીમાંથી છુટા કરી શકશે નહીં.

Related posts

હવે નવા સુવિધાયુક્ત મકાન ઉપલબ્ધ થશે : નીતિન પટેલ

aapnugujarat

भातु गैंग पुलिस के शिकंजे में

aapnugujarat

અલ્પેશને રાધનપુરમાંથી ટિકિટ મળતા નારાજગી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1