Aapnu Gujarat
ગુજરાત

પંચમહાલમાં ઔદ્યોગિક એકમોને કોરોના સંબધિત માર્ગદર્શિકાનું પાલન કરવા સુચના

રાજ્યમાં કોવિડ-૧૯ સંક્રમણને ધ્યાનમાં રાખીને ઔદ્યોગિક એકમો કાર્યરત રાખવા માટે સરકાર દ્વારા વિગતવાર એસઓપી જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સંક્રમણને ફેલાતું અટકાવવા અને તેની સામે બચાવ માટે ઔદ્યોગિક એકમો સહિતના સ્થળો અંગે વિવિધ સૂચનાઓ અને માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. પંચમહાલ જિલ્લા કલેક્ટર અમિત અરોરા દ્વારા જિલ્લાના ઔદ્યોગિક એકમોને આ એસ.ઓ.પી. અને સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા સૂચના આપવામાં આવી છે. કોરોનાના વધતા જતા સંક્રમણ સામે એકમોમાં નિર્દિષ્ટ સાવચેતી અને સલામતીના પગલાઓ લેવાઈ રહ્યા છે કેમ તે સુનિશ્ચિત કરવા માટે જિલ્લામાં સંબંધિત પ્રાંત અધિકારીઓના અધ્યક્ષસ્થાને સમિતિની રચના કરવામાં આવી છે. જિલ્લાના ઔદ્યોગિક એકમોમાં સોશ્યલ ડિસ્ટન્સિંગ, માસ્ક સહિતના નિયમોનું પાલન ચોક્સાઈથી કરાઈ રહ્યું છે કે કેમ તેની ખાતરી કરવા માટે હાલોલ અને આસપાસના વિસ્તારો માટે ૩ ટીમો, કાલોલ માટે ૧ ટીમ અને ગોધરા માટે ૧ ટીમની રચના કરવામાં આવી છે. આ ટીમો વિવિધ ઔદ્યોગિક એકમોની રૂબરૂ મુલાકાત લઈ ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે. અત્યાર સુધી જિલ્લાના કુલ ૪૮ એકમોની સ્થળ મુલાકાત લઈ આ ટીમો દ્વારા ચકાસણી અને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. આ ટીમો એકમમાં પ્રવેશ અને કામગીરી દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય છે કે કેમ, ઉદ્યોગ એકમના પ્રિમાઈસીસને નિયમિતપણે સેનિટાઈઝ કરાય છે કે કેમ, એકમમાં પ્રવેશતા દરેક વ્યક્તિનું થર્મલ સ્ક્રીનિંગ કરવામાં આવે છે કે નહીં, તેમની નોંધણી થાય છે કે નહીં, દરેક વ્યક્તિ માસ્ક અને સેનેટાઈઝરનો ઉપયોગ કરી રહ્યા છે કે કેમ વગેરે બાબતોની ચકાસણી કરી રહી છે. એકમોમાં જમવાનો બ્રેક ટાઈમ એક સાથે ન આપતા વારાફરતી થોડા-થોડા વ્યક્તિઓને બ્રેક ટાઈમ આપવો, પ્રાથમિક મેડીકલ સારવારની ઉપલબ્ધિ, શારીરિક નબળાઈ જણાતી હોય કે તાવ આવતો હોય તેવા શ્રમયોગીઓને કામ પર ન બોલાવવા, કોરોનાની સારવાર માટે સરકાર દ્વારા અધિકૃત કરેલ હોસ્પિટલનું લિસ્ટ પ્રદર્શિત કરવું, કન્ટેનમેન્ટ ઝોનમાં રહેતા શ્રમયોગીઓને કામ પર ન બોલાવવા તથ બિનજરૂરી મુલાકાતીઓને એકમમાં પ્રવેશ પર પ્રતિબંધ મુકવો, એકમમાં કામ કરતા તમામ શ્રમયોગીઓના વીમા ઉતરાવેલ છે કે કેમ તેની ચકાસણી કરવી જેવી બાબતોની ઘનિષ્ઠ તપાસ હાથ ધરવામાં આવી રહી છે, જે ઔદ્યોગિક એકમ દ્વારા આ તમામ બાબતોનું પાલન નહીં કરવામાં આવતું હોવાનું જણાશે તો તેની સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે તેમ સમિતિના સભ્ય સચિવ અને જિલ્લા ઉદ્યોગ મેનેજર દવેએ જણાવ્યું હતું.
(તસવીર / અહેવાલ :- વિજયસિંહ સોલંકી, પંચમહાલ)

Related posts

બજેટમાં રાજયમાં પ્રવાસન અને આરોગ્ય વિભાગને અપાયું પ્રાદ્યાન્ય

editor

૫૦૦૦ મેગાવોટના સોલાર પાર્કની સ્થાપનાને લીલીઝંડી

aapnugujarat

ઢોર નિયંત્રણ બિલ પસાર થવા જઈ રહ્યું છે ત્યારે આ નિયમો લાગુ થઈ શકે છે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1