Aapnu Gujarat
મનોરંજન

ગુજરાતી ફિલ્મના અભિનેતા અને તેની પત્નિ કોરોના પોઝિટિવ

કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી 900 ઉપર કેસ નોંધાઇ રહ્યા છે. ત્યારે સામાન્ય લોકોની સાથે સાથે બોલિવૂડ અને અન્ય ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકો પણ કોરોનાના સકંજામાં આવવા લાગ્યા છે. ફિલ્મ લવની ભવાઈનો અભિનેતા પ્રતિક ગાંધી અને પત્ની ભામિની ઓઝા ગાંધીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

Top Gujarati film and theater actor Pratik Gandhi, wife, brother ...

પ્રતિક અને તેની પત્નિ બન્ને હાલમાં ઘરમાં જ સારવાર લઈ રહ્યાં છે. અભિનેતાના ઘરના ત્રણ સભ્યો કોરોના પોઝિટિવ છે. પ્રતિક અને તેની પત્ની સાથે અભિનેતાનો ભાઈ પુનિત પણ કોરોનાનો શિકાર બન્યો છે. પ્રતિક ગાંધી અને પરિવારના સભ્યોએ મંગળવારે કોરોના રિપોર્ટ કરાવ્યો હતો જે પૉઝિટિવ આવ્યો. ત્યારબાદ આજે અભિનેતાએ સોશિયલ મીડિયા ટ્વીટર દ્વારા જાણકારી આપી હતી.

પ્રતિક ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે કે, બી પોઝિટિવ વાતને અમે આખા પરિવારે જાણે ગંભીરતાથી લઈ લીધી છે અને કોરોનામાં પણ ભેદભાવ નથી રાખ્યો. હું અને મારી પત્ની ઘરમાં જ સારવાર્ લઈ રહ્યાં છીએ. મારો ભાઈ હૉસ્પિટલમાં છે. અમે વાયરસ સામે લડી રહ્યા છીએ. પરિવારજનોના અને મિત્રોના પ્રેમ, સપોર્ટ અને પ્રાર્થનાઓની જરૂર છે.

Pratik Gandhi Age, Wife, Family, Children, Biography & More ...

આ ટ્વીટનો રિપ્લાઈ આપતી વખતે અભિનેત્રી શ્રેણુ પરીખ કે જે પોતે કોરોનાનો શિકાર થઈ હતી તેણે કહ્યું હતું કે, આપણે એક જ હોડીમાં સવાર થઈ રહ્યાં છે. હું આશા રાખુ છું કે તું અને તારો પરિવાર જલ્દી સાજા થઈ જાય.

Related posts

असफलता ने मुझे संतुलन सिखाया : मंजरी

aapnugujarat

Kamal Haasan resumes shoot for ‘Indian 2’

aapnugujarat

વરૂણ સાથે ભૂમિકા કરીને જેક્લીન ભારે ખુશ થઇ છે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1