Aapnu Gujarat
ગુજરાત

કડીમાં રથયાત્રા સંપન્ન

કડીમાં અષાઢી બીજ નિમિત્તે વર્ષોથી ચાલી આવતી જુના રામજી મંદિર દેત્રોજ રોડ ખાતે આવેલ મંદિરમાંથી નીકળતી રથયાત્રા અલગ અલગ વિસ્તારમાં નીકળતી હતી પણ આ વર્ષે ૪૯મી ભગવાન જગન્નાથજીની શોભાયાત્રા કોરોના મહામારીને કારણે મુલત્વી રખાઈ હતી.
જોકે સીમિત માત્રામાં ભાવિકોએ ઉપસ્થિત રહી વર્ષોથી ચાલી આવતી ધાર્મિક પરંપરાઓ સાદાઈથી સંપન્ન કરી હતી.
કડીના જુના રામજી મંદિર દેત્રોજ રોડ વિસ્તારમાંથી દર વર્ષે પરંપરાગત રીતે નીકળતી શોભાયાત્રા આ વર્ષે સંજોગોને આધીન મુલત્વી રાખવામાં આવી છે. જોકે ધજા ચઢાવવા સહિતની ધાર્મિક પરંપરાઓ નિભાવવામાં આવી હતી. આ વર્ષે મંદિરના મહંત શ્રી રામશરણદાસજી ગુરૂ શ્રી મંગળદાસજી મહારાજ દ્વારા સવારે ૯ કલાકે ધજા ચઢાવીને પરંપરા નિભાવવામાં આવી હતી જયારે મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો મોકૂફ રાખવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, વિવિધ સમાજના લોકો દર્શનનો લાભ લેવા માટે જોડાયા હતા પણ ભાવિકો સિમિત સંખ્યામાં મંદિરમાં ઉપસ્થિત રહ્યા હતા. આ તકે સોશ્યલ ડિસ્ટન્સ જળવાઈ રહે એ માટે મંદિરની જગ્યાએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.
(તસવીર / અહેવાલ : -જૈમિન સથવારા, કડી)

Related posts

ભાવનગરમા મુસ્લિમ બિરાદરો દ્વારા સાદગી પૂર્વક ઈદની ઉજવણી

editor

અમદાવાદમાં ઉકળાટ બાદ વરસાદી ઝાપટાથી રાહત

aapnugujarat

ગુજરાત રાજકારણમાં હડકંપ : પ્રશાંત કિશોરની કોંગ્રેસમાં એન્ટ્રી

editor

Leave a Comment

UA-96247877-1