Aapnu Gujarat
ગુજરાત

મુડેટી ગામમાં સ્ટેટ રિસર્વ પોલીસ દ્વારા પર્યાવરણ રક્ષણ હેતુ રેલી યોજાઈ

ઈડર તાલુકાના મુડેટી ગામમાં આવેલ સ્ટેટ રિસર્વ પોલીસ દળ જુથ-૬ ખાતે કેમ્પના સેનાપતિ રૂષિકેશ ઉપાધ્યાયના માર્ગદર્શન મુજબ ડી.વાય.એસ.પી. બી.જી.રાઠોડની આગેવાનીમાં મુડેટી કેમ્પસમાં તેમજ મુડેટી ગામમાં પર્યાવરણના રક્ષણ માટે અવેરનેસ રેલીનું આયોજન કરાયું હતું. એસ.આર.પી.એફ. ગ્રુપ ૬ ખાતે વિદ્યાર્થીઓની રેલીને ડી.વાય.એસ.પી. બી.જી.રાઠોડે લીલી ઝંડી લહેરાવી પ્રસ્થાન કરાવ્યું હતું જેમાં રચના સ્કુલના શિક્ષકો, ગ્રામજનોએ ભાગ લીધો હતો.કાર્યક્રમને સફળ બનાવવા મુડેટી ગામના ઉપ સરપંચ દિનેશ દેસાઈએ સહકાર આપ્યો હતો.
પોલીસ ઈન્સ્પેક્ટર કે.આર.ડાભી, પોલીસ ઈન્સ્પેક્ટર આર.બી.ડામોર અને વેલ્ફેર જમાદાર બાબુભાઈ ડામોરે વ્યવસ્થા અને દેખરેખ રાખી પ્રોગ્રામ સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી. વધુ વૃક્ષો વાવવા વન્ય જીવોનું રક્ષણ કરવા પર્યાવરણ બચાવવાના સંકલ્પ લઈ રેલીની પૂર્ણાહુતિ કરાઈ હતી.

(તસવીર / અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)

Related posts

વાસણામાં સગીરાએ આપઘાત કર્યો

aapnugujarat

‘વરરાજા વગરની જાન’માં મહેન્દ્રસિંહનો સ્ટંટ-બાપુ માની ગયા..!?

aapnugujarat

साइंस सिटी रोड पर की होटल के मामले में गलत शिकायत पर पीआई और पीएसआई के विरूद्ध जांच का आदेश दिया

aapnugujarat

Leave a Comment

UA-96247877-1