Aapnu Gujarat
રાષ્ટ્રીય

પ્રાંતિજ અને ચંદ્રાલાના ખેતરોમાં પાણી ઘુસતા નુકસાન

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ અને ચંદ્રાલા વિસ્તારનાં ખેતરોમાં હાથમતી નદીના પાણી ઘુસી જતા અંદાજે ૭ વિઘા ટામેટા અને ૫ વિઘા જેટલા બટાકાના વાવેતરમાં પાણી ફરી વળતાં ભારે નુકસાન જોવા મળ્યું હતું. મળતી માહિતી મુજબ તંત્ર દ્વારા કેનાલમાં નિયમિત ધોરણે સાફ-સફાઈ કરાવવામાં ના આવતા હજારો લિટર કેનાલનું પાણી ખેતરોમાં ઘુસી ગયું હતું. તંત્રની બેદરકારીના કારણે ખેતરો તળાવમાં ફેરવાઈ ગયા છે. ટામેટાના માંડવા જમીન તરફ પડી જતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. તંત્રની બેદરકારીના કારણે હજારો લીટર પાણી વેડફાવ્યુ હતું. હવે જોવું રહ્યું કે આ બાબતે તંત્ર ક્યારે નિંદ્રામાંથી ઊઠીને કામે લાગશે અને ખેડૂતોને વળતર ક્યારે ચૂકવવામાં આવશે.
(તસવીર / અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)

Related posts

धारा 370 को हटाकर देश की सुरक्षा खतरे में डाली : राहुल गांधी

aapnugujarat

हरियाणा : कृषि कानून के विरोध में किसानों ने बंद करवाए टोल प्लाजा

editor

पाक ने नहीं मांगी कोरोना वैक्सीन इसी लिए नहीं दिया : भारत

editor

Leave a Comment

UA-96247877-1