Aapnu Gujarat
રમતગમત

વિરાટના ફેમિલીએ આ લઇ લીધો મહત્વનો નિર્ણય, નહિ તો આજે વિરાટ પાકિસ્તાનની ટીમમાં રમતો હોત

ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team)નો કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) આજે 31મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. ક્રિકેટની દુનિયામાં પોતાના રમતથી રેકોર્ડનો પહાડ ઊભો કરનારા કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યા બાદથી સતત કમાલ કરી છે. તેના જન્મદિવસે ન્ગૂઝ18 ગુજરાતી આપની સમક્ષ વિરાટ કોહલી અને તેના પરિવાર સાથે જોડાયેલા એક એવી વાત રજૂ કરી રહ્યું છે જે તમે અગાઉ ક્યારેય નહીં સાંભળી હોય. ભારતમાં હજુ પણ હજારો લોકો 1947ના ભાગલાના દર્દને ભૂલી નથી શક્યા. 15 ઑગસ્ટ 1947 બાદ અનેક ખેલાડી એક-બીજાના વિરોધી બનીને મેદાનમાં ઉતરવા લાગ્યા હતા. રમતના મેદાન પર ભારતના કટ્ટર પ્રતિદ્વંદી પાકિસ્તાનની ક્રિકેટ ટીમમાં એક નામ વિરાટ કોહલીનું પણ હોઈ શકતું હતું.

આ વિભાગોનું દર્દ વિરાટ કોહલીના ફેમિલીએ પણ ઘણું સહન કર્યું હતું. કોહલીનો પરિવાર પાકિસ્તાનથી 1947માં મધ્ય પ્રદેશના કટની શહેર પણ આવી ગયો હતો. ત્યારપછી 14 વર્ષ સુધી તેના પિતા પ્રેમ કોહલી આ જ શહેરમાં રહેઠાણ બનાવી દીધું હતું. 1961માં વિરાટના પિતા પ્રેમ કોહલી પોતાના પરિવાર સાથે દિલ્હી શિફ્ટ થઈ ગયા. અહીં વિરાટનો જન્મ થયો. મધ્ય પ્રદેશના કટનીમાં પોતાના ફેમિલી મળવા વિરાટ કોહલી છેલ્લે 10 વર્ષ પહેલા 2005માં ગયો હતો. ત્યારપછી તે સમય ના અભાવને કારણે ફરીથી કટની શહેર ન જઈ શક્યો.

જો વિરાટ કોહલીના પરિવારે ભાગલા કર્યા પછી ભારત આવવાનો મહત્વનો નિર્ણય ન લીધો હોત તો શક્ય છે કે આજે કોહલી પાકિસ્તાની ટીમનો હિસ્સો હોત. કોહલીની ટેલેન્ટ જોતાં પાકિસ્તાની સિલેક્ટર્સને તેને ટીમમાં સામેલ કરવો જ પડતો. એવું પણ થાત કે તે પાકિસ્તાની ટીમનો કેપ્ટન પણ હોત. પરંતુ કોહલીના પરિવારે ભારત આવવાનો મહત્વનો નિર્ણય કર્યો અને આજે ક્રિકેટ ઈતિહાસમાં વિરાટ કોહલી નવા કિર્તીમાન સ્થાપિત કરતો જ જઈ રહ્યો છે અને દેશનું નામ પણ રોશન કરી રહ્યો છે.

Related posts

કુમાર સાંગાકારાએ ફર્સ્ટ ક્લાક ક્રિકેટમાંથી રિટાયરમેન્ટની ઘોષણા કરી

aapnugujarat

મેચ જીતવા માટે રમીએ છીએ : રવિ શાસ્ત્રી

aapnugujarat

પ્રથમ વન-ડેમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતનો 5 વિકેટે વિજય

aapnugujarat

Leave a Comment

UA-96247877-1