Aapnu Gujarat
મનોરંજન

કરણ જોહર પર ભડકી ઉઠી રંગોલી, તે ઇતિહાસના નામે સોફ્ટ પોર્ન બનાવે છે

બોલિવૂડમાં  કંગના રનૌત ની બહેન રંગોલી ના તો કોઇ મૂવી સાથે જોડાઇ છે ના તો કોઇ મૂવીમાં દેખાય છે તેમ છતાં ચર્ચામાં રહેવા મામલે તે કંગના જેટલી જ ફેમસ છે. મોટા ભાગે તે તેમના ટ્વિટને લઇને હમેશાં ચર્ચામાં રહે છે. રંગોલી પોતાને કંગનાની મેનેજરને જણાવે છે. હમણાં જ રંગોલીએ ઇન્ડસ્ટ્રીના જાણીતા ફિલ્મ મેકર્સ કરણ જોહર બાબતે વિવાદીત ટિપ્પણી કરતા જણાવ્યું કે તે ઇતિહાસના નામે સૉફ્ટ પોર્ન પણ બનાવે છે.

રંગોલી ચંદેલે આ વખતે કરણ જોહરની આપકમિંગ ‘તખ્ત’ બાબતે ટિપ્પણી કરી છે. રંગોલીએ ટ્વિટ કરીને જણાવ્યું કે આ કોઇ નવાઈ પમાડે તેવી વાત નથી હવે આપણા પ્રિય કરણ જોહર ક્રૂર ખૂની સંબંધો પર અવારનવાર મૂવી બનાવી રહ્યા છે. તે હવે ઔરંગજેબની ક્રૂરતાને એબ્સ અને સેક્સુઅલ રિલેશનશિપથી ચિત્રિત કરશે. રંગોલી આટલાથી ના રોકાઇ તેને એક પછી એક ટ્વિટ પણ કર્યા જ રાખ્યા. જે પછી કરણ જોહરના સમર્થકો અને તેની વચ્ચે ટ્વિટની જંગ થઇ ગઇ.

• રંગોળી એ કરેલી ટ્વીટ

રંગોલીએ બીજી ટ્વિટમાં જણાવ્યું કે “આ મુર્ખ ફિલ્મ મેકર્સને ઇતિહાસના પાત્રાનું સેક્સુઅલ ચિત્રણ કરતા તેમને રોકવા પડશે. આ પહેલા કે તે લોકશાહી પૂર્ણ થવા આવી છે તે વાતનું રોવા બેસે અને દેશને આંતરાષ્ટ્રીય સ્તરે શરમમાં મૂકે, હું અધિકારીઓને નિવેદન સાથે વાત કરી રહી છું કે તેમની સ્ક્રિપ્ટને તે પહેલા જમા કરાવે. અને પછી જ મૂવી કરે

તે પછી રંગોલીએ ટ્વીટમાં લખ્યું કે આ ડ્રામેબાજ ફિલ્મ મેકર્સ માટે કડકને કડક નિયમો બનાવવા જરૂરી છે. અને રામ એક કાલ્પનિક પાત્ર છે તેવું કહેવાનો હક કોઇને પણ હોવો જોઇએ નહી. તેમણે આપણી મહાન સંસ્કૃતિમાં નૈતિક નિયમોને સ્થાપિત કર્યા છે તેના પર્યાપ્ત પુરાવા પણ આપણી પાસે છે. કોઇને તેમને બદનામ કરવાનો કોઈ જ હક નથી.

Related posts

સોફિયા વરગારા હવે ફિલ્મ પર ધ્યાન કેન્દ્રિત કરશે

aapnugujarat

કૃતિ- આદિત્ય રોય કપુરની જોડી નવી ફિલ્મમાં ચમકશે

aapnugujarat

असल जिंदगी में कैसी दिखती हूं, इसकी चिंता नहीं करती : श्रद्धा कपूर

aapnugujarat

Leave a Comment

UA-96247877-1