Aapnu Gujarat
ગુજરાત

બાઈક પાંચ હજારનું અને મેમો ૧૦ હજારનો !!

બોડેલીના અલીપુરા વિસ્તારમાં રહેતો યુવાન પોતાની બાઇક લઈ કામકાજ અર્થે બજારમાં નીકળ્યો હતો. નવા વાહન એક્ટને લઇ પોલીસે અલીપુરા ચોકડી પર બાઇક રોકી હતી અને બાઇક ચાલક પાસે જરૂરી કાગળ માંગતા કાગળ ન હોવાથી મેમો પકડાવ્યો હતો. ચાલક વડોદરા ખાતે મેમો ભરવા જતા ૭૦૦૦નો મેમો તેમજ અન્ય ૩૦૦૦ ખર્ચ આમ કુલ મળી ૧૦૦૦૦ રકમ થતા યુવાન પણ ચોંકી ઉઠ્યો હતો. મહત્વની વાત એ છે કે યુવાન ને પોતે સેકેન્ડમાં ૫૦૦૦ની બાઇક ખરીદેલ હતી અને મેમો અને અન્ય ખર્ચ વધી જતાં યુવાનને વીલા મોંઢે પરત ફરવું પડ્યું હતું.
હબીબ રીફાકત ખત્રી નામનો યુવક લાઈટ ફિટિંગનું કામ કરી ગુજરાન ચલાવે છે, જે યુવાન બાઇક લઇ કામકાજ અર્થે બજાર તરફ જઇ રહયો હતો ત્યારે પોલીસે તેને રોક્યો હતો અને ડ્રાઇવિંગ લાયસન્સ સહિત બાઈકના કાગળો માંગ્યા હતાં. હબીબે જુની ખરીદેલી હોય તેની પાસે હજુ પુરતા કાગળો ન હતા જેને લઇ પોલીસે તેને મેમો પકડાવી દીધો હતો અને બાઇક ડીટેઇન કરી પોલીસ સ્ટેશન ખાતે મુકી દેવાઇ હતી અને મેમો ભરી આવો એટલે બાઇક આપવા જણાવ્યું હતું. હબીબ મેમો લઇ વડોદરાના દરજીપુરા આર.ટી.ઓ કચેરીએ મેમો ભરવા ગયો ત્યારે તેને ખબર પડી કે, આર.ટી.ઓ કચેરીએ ૭ હજાર રૂપિયા ભરવાના છે તેવું એસ્ટીમેન્ટ આપ્યું અને બીજા પણ ૩ હજાર રૂપિયા ભરવા પડશે તેમ જણાવાતા તે યુવાન આ રકમ ન ભરી શક્તો હોય ઘરે પાછો ફર્યો હતો.
(તસવીર / અહેવાલ :- ઈમરાન મનસુરી, બોડેલી, છોટાઉદેપુર)

Related posts

રોડ ઓથોરિટી રચના અંગે અંતે જારી કરાયેલ વટહુકમ

aapnugujarat

સોમનાથ ગૌશાળા ખાતે ક્લીન ઇન્ડિયા અભિયાન અંતર્ગત સફાઈ અભિયાન

editor

હાર્દિક પટેલના વલણથી ખુબ દુખ તેમજ ક્ષોભની લાગણી છેઃ કચ્છી કડવા સમાજ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1