Aapnu Gujarat
ગુજરાત

કડીનાં માથાસુર ગામની પ્રાથમિક સ્કૂલમાં પાણીની ટાંકીનું અનાવરણ કરાયું

કડી તાલુકાનાં માથાસુર ગામે પ્રાથમિક શાળામાં પીવાના શુદ્ધ પાણીની ટાંકીની ઘણાં સમયથી તકલીફ જણાતી હતી જેને ધ્યાનમાં લઈ તાજેતરમાં ગ્રામ પંચાયતનાં સરપંચશ્રી મકવાણા પલ્લવીબેન અરવિંદકુમારે શાળાનાં બાળકોને પીવાનાં શુદ્ધ પાણીની સમસ્યાનું નિવારણ લાવવા ગ્રામ પંચાયત ૧૩મું નાણાં પંચ દ્વારા મળતી પરફોર્મન્સ ગ્રાન્ટમાંથી ૧,૫૦,૦૦૦ની માતબર રકમ ફાળવી બે માસનાં સમયગાળામાં કામ પૂર્ણ કરી પ્રાથમિક શાળા માથાસુર તથા ગ્રામજનોમાં ભારે ઉત્સાહમાં વદારો થયેલ છે જેનાં ભાગરૂપે આજરોજ ટાંકીના ઉદ્દઘાટનનો કાર્યક્રમ રાખેલ હતો જેમાં અતિથિ વિશેષ તરીકે રતિલાલ વર્મા (પૂર્વ સાંસદ, ધંધુકા), દેવેન વર્મા (તંત્રીશ્રી આપણું ગુજરાત) તથા માથાસુર ગ્રામ પંચાયતના સરપંચશ્રી પલ્લવીબેન અરવિંદકુમાર મકવાણા તથા પ્રા. શાળા ઈન્ચા. આચાર્યશ્રી જે.બી.ગીરી, ઉપાચાર્યશ્રી ફારૂકભાઈ ઘાંચી, શ્રી મનોજભાઈ સોલંકી, શ્રી જશોદાબેન, યોગીતાબેન, કોમલબેન તથા શાળા પરિવાર સાથે સાથે ગ્રામજનોમાં કાળીદાસભાઈ, દિનેશભાઈ નાડીયા (પંચાયત ચેરમેન) અને ગ્રામ પંચાયત સભ્યશ્રીઓ, આંગણવાડી કાર્યકર શ્રી જશોદાબેન તથા માલતીબેન ગજ્જર, મીતાબેન પ્રજાપતિ હાજર રહ્યાં હતાં.
અતિથ વિશેષ શ્રી રતિલાલ વર્માનું શાલ ઓઢાડી ગામનાં સરપંચ પલ્લવીબેન મકવાણાએ સન્માન કર્યું હતું. શ્રી દેવેન વર્માનું સન્માન આચાર્ય શ્રી જે.બી.ગીરીસાહેબે કર્યું હતું. અમિતબાઈ બોરીયાનું સન્માન કાળુભાઈ સાહેબે કર્યું હતું. હિતેન્દ્રભાઈ (સબ સેન્ટર માથાસુર)નું સન્માન મનોજભાઈ સોલંકીએ કર્યું હતું. ગામનાં સરપંચ શ્રીમતી પલ્લવીબેન અરવિંદકુમાર મકવાણાનું સન્માન ઉપશિક્ષિકા જશોદાબેન નિનામાએ કર્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન સરપંચ પલ્લવીબેન મકવાણા દ્વારા કરવામાં આવ્યું હતું.

Related posts

गुजरात के घरों पर दिखे रहस्यमयी एक्स के निशान : अहमदाबाद में एक चौकाने वाली खबर सामने आई

aapnugujarat

शहर में मई महीने में २३ दिन में आग लगने की १६६ कोल मिली

aapnugujarat

અમદાવાદ શહેરમાં તુટેલા રસ્તાઓ મામલે ૭ એડીશનલ ઈજનેર સહિત ૨૬ને શો કોઝ નોટિસો મળી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1