Aapnu Gujarat
મનોરંજન

સેલિબ્રિટી એન્ડોર્સમેન્ટ લિસ્ટમાં અક્ષય કુમાર ૧૦૦ કરોડ વેલ્યુ સાથે પહેલા નંબરે

ટોપ ૧૦ સેલિબ્રિટી એન્ડોર્સમેન્ટની વેલ્યુ ૨૦૧૭ કરતાં ૨૦% વધી છે જેની વેલ્યુ ૬૦૫ કરોડ રૂપિયા છે. પરંતુ ઓવરઓલ એડવર્ટિઝમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં સેલિબ્રિટી એન્ડોર્સમેન્ટનું ફાળો ૨૦૧૭ની સરખામણીએ ૨૦૧૮માં ૬૪%થી ઘટીને ૬૧% થઇ ગયો છે. સેલિબ્રિટી એન્ડોર્સમેન્ટની વેલ્યુ ૨૦૧૭માં ૭૯૫ કરોડ રૂપિયાથી વધીને ૨૦૧૮માં ૯૯૫ કરોડ રૂપિયા થઇ ગઈ છે.
આ પરથી સાબિત થાય છે કે, બ્રાન્ડ અને કસ્ટમર્સ ‘એ લિસ્ટર્સ સ્ટાર્સ’ અને ‘ખાન ઇન્ફ્લુઅન્સ’ સિવાય બીજા એક્ટર્સને પણ આવકારી રહ્યા છે. ૨૦૧૮ના ટોપ ૧૦ સેલિબ્રિટી એન્ડોર્સમેન્ટ વેલ્યુ લિસ્ટમાં અક્ષય કુમાર ૧૦૦ કરોડની વેલ્યુ સાથે પહેલા નંબરે છે, જ્યારે આલિયા ભટ્ટ શાહરુખને પછાડી પાંચમાં નંબરે પહોંચી ગઈ છે. અત્યારનાં સ્ટાર્સ જેવા કે આલિયા ભટ્ટ, રણવીર સિંહ, વરુણ ધવન વગેરેની બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ વેલ્યુ વધી છે. ઉપરાંત બ્રાન્ડ્‌સ વિરુષ્કા, દિપવીર જેવા પાવર કપલને લઈને પણ જાહેરાત કરી રહી છે.

Related posts

અનુષ્કા ફરી શાહરૂખ સાથે ચમકશે

aapnugujarat

जीएसटी देश के बाजारों को एक सूत्र में बांधने की पहलः अमिताभ

aapnugujarat

હવેના ન્યૂડ સીન પર લોકો શું કહેશે : Mallika Sheravat

editor

Leave a Comment

UA-96247877-1