Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

અમેરિકી છૂટ ખતમ થયા બાદ અમે ઈરાનથી તેલની ખરીદી બંધ કરી : ભારતીય રાજદૂત હર્ષવર્ધન શ્રૃંગલા

અમેરિકાએ ગત વર્ષે ઈરાન પર પરમાણુ કાર્યક્રમની જાણકારી છુપાવવાનો આરોપ લગાવી તેની પર પ્રતિબંધ લગાવી દીધો હતો. તેની સાથે લગભગ તમામ દેશોએ ઈરાન સાથે વેપાર બંધ કરી દીધો હતો. ઘણાં દેશોને વ્યાપાર ખતમ કરવા માટે ૬ મહીનાની છૂટ આપવામાં આવી હતી, જેથી તેઓ લેણ-દેણ સાથેના કરાર જલ્દી જ ખતમ કરી શકે. જો કે, હવે ભારતે ઈરાન પાસેથી તેલની ખરીદી સંપૂર્ણપણે બંધ કરી દીધી છે. અમેરિકા સ્થિત ભારતીય રાજદૂત હર્ષવર્ધન શ્રૃંગલાએ શુક્રવારે આ માહીતી આપી હતી.
હર્ષવર્ધને કહ્યું કે, એપ્રિલ પૂર્ણ થતાની સાથે જ ભારતે ઈરાનના તેલ પર તેમની નિર્ભરતા ૨.૫ અબજ ટન મહિનાની આયાતથી ઘટાડીને ૧૦ લાખ ટન સુધી પહોંચાડી દીધી હતી. જો કે, તેમણે એવું પણ કહ્યું કે,ભારત માટે આ મોટી કિંમત છે, કારણ કે હવે આપણે ઉર્જા સ્ત્રોતને શોધવા પડશે. ભારતે તાજેતરમાં જ વેનેઝુએલા પાસેથી પણ તેલની આયાત બંધ કરી દીધી હતી.
ઈરાન ભારતની આશરે ૧૦% તેલ ની જરૂરિયાત પુરી કરે છે. અમેરિકી પ્રતિબંધમાં છૂટ ખતમ થયા બાદ આશરે પાંચ દેશો ઈરાન સાથે તેલની આયાત બંધ કરી ચુક્યા છે. જેમાં ગ્રીસ, ઈટલી , તાઈવાન અને તુર્કી સામેલ છે.
હર્ષવર્ધને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે અમેરિકી પ્રતિબંધોથી ચાબહાર પોર્ટના વિકાસ પર કોઈ અસર નહીં પડે. તેમણે કહ્યું કે, ચાબહાર અફગાનિસ્તાન માટે લાઈફલાઈન છે. આ બંદરગાહ અફગાન નાગરિકોની માનવતાવાદી મદદ અને જરૂરિયાત પુરી કરવા માટે મહત્વનું સાબિત થશે. જે ભારત- અમેરિકાના હિતમાં હશે કે અમે અન્ય દેશોની જરૂરિયાતોને પુરી કરી શકી.

Related posts

Protests over extradition bill in Hong Kong: Police fires tear gas and pepper spray

aapnugujarat

एलओसी पर जवाबी कार्रवाई के बाद इमरान खान ने बुलाई सुरक्षा बैठक

aapnugujarat

અમેરિકા ન્યાયની લડાઇમાં ભારત સાથે છે : ટ્રમ્પ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1