Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ફેસબુકે નવા સીઇઓની શોધ કરવી જોઇએ : એલેક્સ સ્ટેમોસ

ફેસબુકના ડેટા લીક અને સુરક્ષા અંગે ઉઠી રહેલા સવાલો વચ્ચે કંપનીના ભૂતપૂર્વ મુખ્ય સુરક્ષા અધિકારી એલેક્સ સ્ટેમોસે જણાવ્યું છે કે, માર્ક ઝુકરબર્ગે કંપનીના સીઇઓનું પદ છોડી દેવું જોઇએ અને નવા સીઇઓની નિમણૂંક કરવી જોઇએ.તેમણે જણાવ્યું હતું કે માર્કે પોતાના અધિકારો ઘટાડી દેવા જોઇએ અને તેમણે કંપનીના પ્રોડક્ટને આગળ લાવવામાં ધ્યાન આપવું જોઇએ જે તે સારી રીતે કરી શકે છે.તેમણે કેટલાક અધિકારો જતા કરવા જોઇએ. જો હું તેમની જગ્યાએ હોત તો મેં નવા સીઇઓની નિમણૂંક કરી દીધી હોત. હાલમાં જ ફેસબુકના સહ-સ્થાપક ક્રિસ હ્યુઝે જણાવ્યું હતું કે, ફેસબુકનું વિભાજન કરી દેવું જોઇએ. માર્ક પ્રત્યે મને આદર છે પરંતુ તેમણે ફેસબુકને કનેક્ટિવિટીને બદલે બિઝનેસનું સાધન બનાવવાની શરૂઆત કરી દીધી છે. જે જોખમી છે તેમ તેમણે ઉમેર્યું હતું.

Related posts

ચીને એશિયાઈ દરિયા પર ખતરનાક શિપ ઉતાર્યું

aapnugujarat

ईरान की चुनौती से निपटना शीर्ष प्राथमिकता : US रक्षा मंत्री

aapnugujarat

રશિયા આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનમાં અમેરિકા સાથેની સંશોધન ભાગીદારી તોડશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1