Aapnu Gujarat
રમતગમત

વર્લ્ડ કપ મિશન માટે ભારતીય ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડમાં પહોંચી

ક્રિકેટના મહાકુંભ વનડે વર્લ્ડ કપ માટે વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ આજે વર્લ્ડ કપ રમવાના ઇરાદાથી ઇંગ્લેન્ડ પહોંચી ગઇ હતી. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે ટીમ રવાના થયા તે પહેલા ખેલાડીઓના કેટલાક ફોટો સોશિયલ મિડિયા પર શેયર કરી દીધા છે. જેમાં ખેલાડીઓ એરપોર્ટ પર રવના થતા પહેલા પોતાની ફ્લાઇટની રાહ જોઇ રહ્યા છે. ફોટોમાં કેપ્ટન વિરાટ કોહલી, એમએસ ધોની સહિતના તમામ ખેલાડીઓ નજરે પડી રહ્યા છે. વર્લ્ડ કપની શરૂઆત ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સમાં ૩૦મી મેન દિવસે થવા જઇ રહી છે. ક્રિકેટ મહાકુંભ ૧૪મી જુલાઇ સુધી ચાલનાર છે. આ પહેલા કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યુ હતુ કે આ વખતે વર્લ્ડ કપ ફોર્મેટ પડકારરૂપ છે. કોઇ પણ ટીમ મોટા ઉલટફેર કરી શકે છે. કોહલીએ હતુ કે ખેલાડીઓએ આઇપીએલ મારફતે જોરદાર તૈયારી કરી લીધી છે. કેપ્ટન વિરાટ કોહલીએ એવી આશા પણ વ્યક્ત કરી છે કે ટીમ ઇન્ડિયા ત્રીજી વખત વર્લ્ડ કપ પણ જીતી શકે છે. ભારતે હજુ સુધી બે વખત વર્લ્ડ કપ જીતી લેવામાં સફળતા મેળવી છે. તેમાં વર્ષ ૧૯૮૩માં કપિલ દેવના નેતૃત્વમાં ભારતીય ટીમ વિશ્વ કપ વિજેતા બની હતી. જ્યારે વર્ષ ૨૦૧૧માં ધોનીના નેતૃત્વમાં ભારતીય ટીમ વિશ્વ કપ વિજેતા બની ગઇ હતી. ભારતીય ટીમ પાસેથી જોરદાર દેખાવની અપેક્ષા રાખવામાં આવી રહી છે. ભારતીય ટીમના તમામ ખેલાડીઓ હાલમાં જોરદાર ફોર્મમાં ચાલી રહ્યા છે. જેથી વર્લ્ડ કપમાં પણ તેમની પાસેથી સારા દેખાવની અપેક્ષા છે. ધોની, કોહલી, રોહિત શર્મા, શિખર ધવન સહિતના તમામ ખેલાડીઓ ફોર્મમાં છે. બોલિંગમાં બુમરાહ, ભુવનેશ્વર પાસેથી સારા દેખાવની અપેક્ષા છે.

Related posts

अश्विन के टेस्ट क्रिकेट में ३५० विकेट पूरे

aapnugujarat

पीकेएल : बंगाल वॉरियर्स ने यू मुम्बा को 29-26 से हराया

aapnugujarat

એલેક્સ હેલ્સને ઇંગ્લેન્ડની ટીમમાંથી કર્યો બહાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1