Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ઇન્ડોનેશિયાની જેલમાંથી એક સાથે ૧૦૦થી વધારે કેદીઓ છૂમંતર

ઇન્ડોનેશિયામાં એક ચોંકાવનારી પરંતુ રમૂજી ઘટના બની છે, સુમાત્રા દ્રીપ પર સ્થિત એક જેલમાંથી એકસાથે ૧૦૦થી વધારે કેદીઓ ફરાર થઇ ગયા છે. પોલીસની આપેલ માહિતી મુજબ જેલમાં પહેલા મોટા પાયે ઝઘડો થયો અને પછી કેદીઓએ જેલમાં આગ લગાવી દીધી હતી.
તક ઝડપતા ૧૦૦થી વધારે કેદીઓ જેલમાંથી ફરાર થઇ ગયા હતા. આ જેલ સુમાત્રામાં સ્થિત છે. એક સ્થાનીક ટીવી પર દેખાડવામાં આવતી ફૂટેજમાં સ્ફષ્ટ જોઇ શકાય છે કે, જેલમાં ભિષણ આગ લાગી હતી. નોંધનીય બાબત છે કે, ઇન્ડોનેશિયામાં જેલોની સ્થિતિ ખરાબ છે અને અહી જેલમાંથી કેદીઓ ભાગી જવાની ઘટના સામાન્ય બાબત માનવામાં આવે છે.
પોલીસે દાવો કર્યો છે કે, જેલમાંથી ફરાર થયાના થોડા જ સમયમાં પોલીસે ૧૧૫થી વધારે કેદીઓને પકડી લીધા હતા. પોલીસ ચીફ મુજબ જેલમાં ૬૫૦થી વધારે કેદીઓ હતા અને હાલમાં પણ કેટલાક કેદીઓ ફરાર છે.
પોલીસ મુજબ જેલમાં દંગો ત્યારે થયો જ્યારે કર્મચારીઓ દ્વારા કેટલાક કેદીઓને નશો કરતા ઝડપવામાં આવ્યા, જે પછી તેમણે વચ્ચે સંઘર્ષ થયો. આ દરમિયાન કેદીઓએ પોલીસ કર્મચારીની ગોળી મારી હત્યા કરી નાંખી હતી.

Related posts

ઈન્ડોનેશિયામાં ભૂકંપ : ૨૦નાં મોત

aapnugujarat

प्रवासियों और शुल्क मुद्दे पर अमेरिका-मेक्सिको के बीच समझौता

aapnugujarat

ચીનના ૧૦૦૦ જાસૂસો અમેરિકામાં કાર્યરત

editor

Leave a Comment

UA-96247877-1