Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

પાકિસ્તાનની અર્થવ્યવસ્થાની સ્થિતી વધારે બગડશે : વર્લ્ડ બેંક

ખસ્તા સ્થિતી અર્થવ્યવસ્થાથી પરેશાન પાકિસ્તાનની ઇમરાન સરકારની મુશ્કેલીઓ સતત વધી રહી છે. વર્લ્ડ બેંકે કહ્યું કે, પાકિસ્તાની અર્થવ્યવસ્થાની સ્થિતી વધારે બગડશે તથા નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ દરમિયાન તેમના જીડીપીનો દર ઘટીને ૨.૭ ટકા રહી જશે. વર્લ્ડ બેંકે તેમ પણ ચેતવણી આપી કે નાણાકીય વર્ષ ૨૦૨૦માં મોંઘવારી વધીને ૧૩.૫ ટકા સુધી પહોંચી શકે છે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૭-૧૮માં પાકિસ્તાનની અર્થવ્યવસ્થામાં ૫.૮ ટકાનો વધારો વથો હતો જે ગત્ત ૧૧ વર્ષનાં ઉચ્ચ સ્તર પર હતી. વર્લ્ડ બેંકના અનુસાર ત્યાર બાદ બે વર્ષોમાં પાકિસ્તાન અર્થવ્યવસ્થામાં ઘટાડો આવશે. પાકિસ્તાની અખબાર ડૉનનાં અનુસાર વર્લ્ડ બેંકે કહ્યું કે નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં પાકિસ્તાનનાં જીડીપીમાં વધારો માત્ર ૩.૪ ટકા રહેશે અને સરકાર દ્વારા આર્થિક અને મૌદ્રીક નીતિઓમાં સખ્તી રાખવાનાં કારણે તેના આગામી નાણાકીય વર્ષ એટલે કે ૨૦૧૯-૨૦ ગ્રોથ રેટ માત્ર ૨.૭ ટકા પર રહેશે. વર્લ્ડ બેંકની સાઉથ એશિયા ઇકોનોમિક ફોકસ રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા જ સંયુક્ત રાષ્ટ્ર અને એશિયન વિકાસ બેંકે પણ પાકિસ્તાનની વર્ષ ૨૦૧૯માં જીડીપી વધવા મુદ્દે ખુબ જ નિરાશાજનક તસ્વીરો રજુ કરી હતી. વર્લ્ડ બેંકે કહ્યું કે, પાકિસ્તાનમાં સ્થાની માંગમાં તો ઘટાડો આવવાની આશંકા જ છે, નિકાસમાં ધીરે ધીરે ઘટાડો આવશે. વર્લ્ડ બેંકે કહ્યું કે, હવે કેટલાક અપરિહાર્ય સંરચનાત્મક સુધારા દ્વારા જ પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને બચાવી શકાય છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મેક્રો ઇકોનોમિક દશાઓમાં સુધારો કરવામાં આવે. આર્થિક પ્રબંધન અને પ્રતિસ્પર્ધાત્મકમાં સંરચનાત્મક સુધારાને લાગુ કરવામાં આવે તો નાણાકીય વર્ષ ૨૦૨૧માં પાકિસ્તાનનાં જીડીપી દર ફરીથી ૪ ટકા સુધી પહોંચી શકે છે. વર્લ્ડ બેંકે ચેતવણી આપી છે કે નાણાકીય વર્ષ ૨૦૧૯માં પાકિસ્તાનમાં મોંઘવારી દર વધારીને સરેરાશ ૭.૧ ટકા અને નાણાકીય વર્ષ ૨૦૨૦માં વધીને ૧૩.૫ ટકા સુધી પહોંચી શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, સમગ્ર દક્ષિણ એશિયામાં ગત્ત ૨ વર્ષમાં નિકાસની તુલનામાં આયાત વધારે થયો છે.

Related posts

Ex PM Nawaz Sharif’s daughter Maryam demands Imran Khan’s resignation

aapnugujarat

Phone scam case: Spain extradites 94 Taiwanese to China

aapnugujarat

૭,૦૦૦ નિરાશ્રિતોને પ્રવેશ નહીં આપવા ટ્રમ્પની તૈયારીઓ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1