Aapnu Gujarat
ગુજરાત

વિજય સંકલ્પ સંમેલનમાં વિજયનો શંખનાદ ફૂંકીને ૨૬ બેઠકો જીતવાનો નિર્ધાર વ્યક્ત કરતા મુખ્યમંત્રી રૂપાણી

મહેસાણા ખાતે આયોજીત ભાજપાના વિજય વિશ્વાસ સંમેલનને સંબોધતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસે ૫૫ વર્ષમાં સુધી દેશ પર રાજ કર્યું હતુ. દેશનું ભલુ કરવાને બદલે માત્ર એક પરિવારનું ભલુ થયુ.
કોંગ્રેસ શાસનમાં કૌભાંડો, હતાશા, નિરાશા, અરાજકતા, આતંકવાદી હુમલાઓ તથા પોલીસી પેરાલીસીસને લીધે ભારતની પ્રતિષ્ઠાનું વિશ્વમાં ધોવાણ થયુ હતુ. પાંચ વર્ષમાં નરેન્દ્ર મોદીના શાસનમાં નવી ચેતના પ્રગટી છે જે શક્ય ન હતુ એ હવે શક્ય બન્યુ છે. અગાઉ દેશમાં મુંબઇ, અયોધ્યા, દિલ્લી, અમદાવાદ, જયપુર વગેરે જગ્યાએ બોમ્બ ધડાકાઓ થયા છે. કોઇ કાર્યવાહી થતી નહોતી. પ્રધાનમંત્રી મોદીએ પુલવામાંના હુમલા બાદ કહ્યું હતુ કે, ‘હું કોઇને છોડીશ નહી’ અને સેનાને પરાક્રમ કરવા કાશ્મીર સહીત પાકિસ્તાન પર કાર્યવાહી માટે છુટો દોર આપ્યો. આજે લોકોને સુરક્ષાનો અહેસાસ થયો છે ‘‘મોદી હૈ તો મુમકીન હૈ’’ નો વિશ્વાસ પેદા થયો છે.
કંદહાર કાંડ અંગે કોંગ્રેસને આડેહાથે લેતા રૂપાણીએ જણાવ્યુ હતુ કે, અગાઉ કોંગ્રેસ શાસનમાં થયેલા અપહરણમાં મુફ્તી મહમદ સઇદ અને ગુલામનબી આઝાદના સગાઓને છોડાવવા ત્રાસવાદીઓને કોંગ્રેસ્ દ્વારા મુક્ત કરાયા હતા. કંદહારનો નિર્ણય એ સર્વદલીય બેઠકમાં લેવાયો હતો. કોંગ્રેસ આ બાબતે જુઠ્ઠાણા ફેલાવવાનું બંધ કરે.
મહાગઠબંધન અંગે તેઓએ જણાવ્યું હતું કે, એક સામાન્ય ચા વાળો વડાપ્રધાન બને તે આ લોકોને પચતું નથી. જાતીવાદ, જ્ઞાતિવાદ, વંશવાદ અને સગાવાદને પોષનારા આજે ‘‘મોદી હટાવો’’ના નારા સાથે એક થયા છે. આપણું લક્ષ્ય છે ગરીબી હટાવો, આતંકવાદ હટાવો અને ભ્રષ્ટાચાર હટાવો.
મોદીસરકારે ગરીબો માટે કામ કર્યુંર્ુ છે. આરોગ્ય માટે આયુષ્યમાન, સૌભાગ્ય યોજના અંતર્ગત ઘેર ઘેર વીજળી, જનધન યોજના, ઉજવલા યોજના હેઠળ ગેસ કનેકશન તથા લાખો ખેડુતોના ખાતામાં સીધા રૂપિયા જમા થયા છે.
કોંગ્રેસના શાસનમાં ગુજરાતને થયેલા અન્યાયને યાદ કરતા જણાવ્યું હતુ કે, ૭ વર્ષ સુધી નર્મદાના દરવાજાની મંજુરી આપી ન હતી. નરેન્દ્ર મોદીએ માત્ર ૧૭ દિવસમાં મંજુરી આપી અને નર્મદાનું કામ પૂર્ણ કર્યું હતું. ક્રુડ રોયલ્ટીનો પ્રશ્ન ઉકેલીને ૧૦,૦૦૦ કરોડ મંજુર કર્યા. ગુજરાતને એઇમ્સ આપી આ સિવાય નેશનલ હાઇવેના કામ, ધોલેરા માટે ત્રણ હજાર કરોડ આપ્યા. ૧૦,૦૦૦ કરોડના ખર્ચે બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ શરૂ થઇ ચુક્યો છે. અગાઉ કોંગ્રેસ્ શાસનમાં થતા ગુજરાતના અન્યાયને હવે ન્યાય મળ્યો છે.
મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે, ૨૦૧૯ની ચૂંટણી એ બે વિચારધારની લડાઇ છે. એક તરફ રાષ્ટ્રવાદની વિચારધારા છે તો બીજી તરફ ભાગલાવાદી વિચારધારા છે. આ ચુંટણી દેશનું ભાગ્ય બદલનારી છે. નીતિ, ધર્મ અને સત્ય સાથે રહીને આ ઐતિહાસિક ચૂંટણીમાં સાક્ષી બનવાનો આપણને સૌને મોકો મળ્યો છે. માં ભારતીને શક્તિ સ્વરૂપે દુર્ગા, ધનધાન્ય સ્વરૂપે અન્નપુર્ણા, સમૃધ્ધિમાં માં લક્ષ્મી, જ્ઞાનમાં માં સરસ્વતી એવી ભારત માતા બને તે માટે આપણે સૌ કૃતનિશ્ચયી બની ભવ્ય ભારતના નિર્માણ માટે કટિબધ્ધ બનીએ.
મુખ્યમંત્રી રૂપાણીએ વિજય સંકલ્પ સંમેલનમાં વિજયનો શંખનાદ ફૂંકીને ૨૬ બેઠકો જીતવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. આ સંમેલનમાં ભાજપાના પ્રદેશ અગ્રણીઓ, સાંસદો, ધારાસભ્યો, પ્રદેશ અગ્રણીઓ તથા મહેસાણા જીલ્લા ભાજપાના અગ્રણીઓ તથા હજારોની સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં.

Related posts

હિં.નગરપાલિકા દ્વારા નવીન ફિટનેસ સેન્ટરના સાધનો શોભાના ગાંઠિયા સમાન

editor

ગુજરાતમાંથી માનવ અધિકાર ઉલ્લંઘનની ૨૬,૫૦૦ અરજી

aapnugujarat

जमालपुर में मकान धराशायी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1