Aapnu Gujarat
બિઝનેસ

કોલ્ડ સ્ટોરેજ અપગ્રેડ કરવા ૨૧૦૦૦ કરોડ રોકાણ થશે

આગામી ચારથી પાંચ વર્ષના ગાળામાં કોમોડિટીને સ્ટોક કરવાની સમસ્યાને ઉકેલવા કોલ્ડ સ્ટોરેજની સુવિધા અપગ્રેડ કરવા અથવા તો વધુ સુવિધા ઉભી કરવા પર ૨૧૦૦૦ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. સરકાર આ દિશામાં ધ્યાન આપી રહી છે. ખેડુતોના જુદા જુદા પાક જુદી જુદી સિઝનોમાં કોલ્ડ સ્ટોરેજની સુવિધા પુરતા પ્રમાણમાં નહીં હોવાના કારણે બગડી જાય છે. આને ધ્યાનમાં લઈને પ્રવર્તમાન કોલ્ડ સ્ટોરેજ પ્લાન્ટ અને મશીનરીને તાકીદના ધોરણે અપગ્રેડ કરવા ઉપર ધ્યાન અપાઈ રહ્યું છે. હાલમાં પ્રવર્તમાન કોલ્ડ સ્ટોરેજની ક્ષમતા ૬૮ ટકાની આસપાસ છે. જેમાં બટાકા સ્ટોર કરવામાં આવે છે. આ ઉપરાંત ખેડુતોને જુદા જુદા પાક માટે યોગ્ય ભાવ પણ મળી રહ્યા નથી. અન્ય કોમોડિટી માટેની સ્થિતિ વધારે સારી રહી નથી. ક્રિસીલ રિસર્ચ દ્વારા અંદાજ મુકવામાં આવ્યો છે કે ૨૦૧૯ અને ૨૦૨૩ વચ્ચે આ સેકટરમાં ૧૬૦૦૦ કરોડથી લઈને ૨૧૦૦૦ કરોડ રૂપિયાનું મૂડીરોકાણ કરવામાં આવનાર છે. સ્થાનિક કાપણી સિઝન પૂર્ણ થયા બાદ ખેડુતોને યોગ્ય ભાવ મળે તેવા પ્રયાસ કરવામાં આવનાર છે. મલ્ટી કોમોટિડી કોલ્ડ સ્ટોરેજની સુવિધા ઉભી કરવા માટે ૨૦ કરોડનું મૂડીરોકાણ કરવામાં આવનાર છેં. ૧૦૦૦૦ ટનની ક્ષમતા સાથે કોલ્ડ સ્ટોરેજ ઉભા કરાશે. ઉત્તરપ્રદેશમાં બટાકાના ટોચના ખેડુતો અને બંગાળના બટાકાના ખેડુતો એકંદરે ૫૦-૬૦ ટકા સ્ટોર કરે છે. બટાકા ઉપરાંત મીટ એન્ડ પોલ્ટ્રી, સી ફુડ, ડેરી પ્રોડક્ટ, ફ્રુટ એન્ડ વેજિટેબલ્સ અને ફાર્મા જેવી ચીજોને જાળવવા મલ્ટી કોમોડિટી કોલ્ડ સ્ટોરેજની પણ જરૂર દેખાઈ રહી છે. દેશમાં કોલ્ડ સ્ટોરેજની સમસ્યા ખૂબ જ જટીલ બનેલી છે.

Related posts

વિદેશ પર્યટનનું મોબાઇલ બિલ ૨૦% સસ્તું થશે

aapnugujarat

એક્ઝિટ પોલ બાદ સેન્સેક્સમાં ૧૪૨૨ પોઈન્ટનો ઉછાળો

aapnugujarat

FPI દ્વારા સાત સેશનમાં ૩,૮૦૦ કરોડ ખેંચી લેવાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1