Aapnu Gujarat
મનોરંજન

અભિનેત્રી પૂજા ગાંધી હોટલનું ૪.૫ લાખ રૂપિયાનું બિલ ચુકવ્યા વગર જ છૂમંતર

એક એવી અભિનેત્રી કે જેણે તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ અને બંગાળી એવી અનેક ફિલ્મોમાં કામ કરી ચુકી છે. આ અભિનેત્રીનું નામ છે પૂજા ગાંધી. બોલીવુડની ૫૦થી પણ વધારે ફિલ્મોમાં કામ કરી ચુકેલી પ્રોડ્યુસર-એક્ટ્રેસને લઈને એક વિચિત્ર વિવાદ સામે આવ્યો છે. અભિનેત્રી પર આરોપ છે કે, તેણે હોટલનું ૪.૫ લાખ રૂપિયાનું બિલ ચુકવ્યા વગર જ છૂમંતર થઈ ગઈ.પૂજા બેંગલુરૂની એક આલિશાન હોટલમાં થોડાક દિવસોથી રોકાઈ હતી. ઘણા દિવસો સુધી હોટલની સુવિધાઓ લીધા બાદ જ્યારે પૂજાને ખબર પડી કે બિલ ૪.૫ લાખ રૂપિયા થઈ ગયું છે તો તે બિલ ચુકવ્યા વગર જ ત્યાંથી નાસી ગઈ હતી.
હોટલના કર્મચારીઓને જ્યારે આ વાતની જાણ થઈ તો તેમની નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને પૂજા ગાંધી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બોલાવતા પૂજાએ ૨ લાખ રૂપિયા ચૂકવી દીધા હતાં. પૂજાએ પોલીસને આજીજી કરી હતી કે હોટલના બિલની બાકી નિકળતી રકમ ચૂકવવા માટે તેને થોડો સમય આપવામાં આવે. હોટલના કર્મચારીઓએ પૂજાની આ વાત માની લીધી છે. જોકે પૂજા કંઈ પહેલીવાર વિવાદમાં નથી ફસાઈ. વર્ષ ૨૦૧૧માં પ્રોડ્યુસર કિરણ સાથે પૈસાને લઈને વિવાદ થયો હતો. બંનેએ એકબીજા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

Related posts

Hollywood actor Harrison Ford’s movie ‘Indiana Jones 5’ shooting start in Next year

aapnugujarat

कबीर सिंह को लेकर शाहिद कपूर पर भड़कीं सोना महापात्रा

aapnugujarat

Being identity as an action hero is enough for me : Tiger Shroff

aapnugujarat

Leave a Comment

UA-96247877-1