Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

વિસ્ફોટ કરવા રિમોટ ચાવીનો ઉપયોગ : હેવાલ

જમ્મુ કાશ્મીરના આઈઇડી વિસ્ફોટને અંજામ આપવા માટે આતંકવાદીઓ પોતાના તરીકામાં ફેરફાર કરી ચુક્યા છે. ત્રાસવાદીઓ મોડેસ ઓપરેન્ડી બદલીને નવીરીતે હુમલાઓ કરી રહ્યા છે. એક રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે, વિસ્ફોટને અંજામ આપવા માટે આતંકવાદીઓ વાહનોના રિમોટ એલાર્મ અને ચાવીનો ઉપયોગ કરી રહ્યા છે. આશંકા છે કે, પુલવામામાં સીઆરપીએફના કાફલા ઉપર હુમલો કરવા માટે આજ પ્રકારની મોડેસ ઓપરેન્ડીનો ઉપયોગ કરાયો હતો. જમ્મુ કાશ્મીરમાં કાઉન્ટર ટેરેરિઝમ ગ્રીડ ઇન જમ્મુ કાશ્મીરના તપાસ અધિકારીઓનું કહેવું છે કે, ત્રાસવાદીઓએ રિમોટ સંચાલિત આઈઈડી વિસ્ફોટના તરીકાને વધુ અસરકારક બનાવવા તેમાં એકાએક ફેરફાર કર્યા હતા. આના માટે તેઓ ઇલેક્ટ્રોનિક સાધનોનો ઉપયોગ કરી રહ્યા હતા જેમાં મોબાઇલ ફોન, વોકીટોકી સેટ અને ગાડીઓના રિમોટ-ચાવીનો સમાવેશ થાય છે. કાશ્મીર ખીણમાં રહેલા ત્રાસવાદીઓ રિમોટ સંચાલિત આઈઇડી વિસ્ફોટને અંજામ આપવા માટે આવા સાધનોનો ઉપયોગ કરી રહ્યા છે. આ ઇલેક્ટ્રોનિક સાધનો બજારમાં સરળતાથી ઉપલબ્ધ બને છે. આમાથી માત્ર સુરક્ષા દળોની સાથે આમને સામને અથડામણમાં પણ બચી શકાય છે. સાથે સાથે આવા હુમલાઓમાં ખુવારીની સંખ્યા પણ વધારે રહે છે. રાજ્યમાં આઈઈડી વિસ્ફોટના ઇતિહાસ અને તેના નવા ઉભરી રહેલા ઉપયોગના સંદર્ભમાં જારી કરવામાં આવેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, અન્ય રાજ્યોમાં નક્સલવાદીઓ વિસ્ફોટ માટે જે સાધનોનો ઉપયોગ કરે છે. જમ્મુ કાશ્મીરમાં ત્રાસવાદીઓ દ્વારા પણ ભવિષ્યમાં પોતાના ઇરાદાઓને અંજામ આપવા માટે આવા સાધનોનો ઉપયોગ કરવામાં આવી શકે છે. જમ્મુ કાશ્મીરમાં તૈનાત સુરક્ષા કર્મીઓ અને સાવધાન રાખવામાં આવી રહી છે. પુલવામા હુમલાની તપાસ કરી રહેલા અધિકારીઓએ કહ્યું હતું કે, ૧૪મી ફેબ્રુઆરીના દિવસે વિસ્ફોટને જૈશના ત્રાસવાદીઓએ આ રીતે જ અંજામ આપ્યો હતો. આ શક્તિશાળી વિસ્ફોટને અંજામ આપવા માટે ત્રાસવાદીએ એક કારમાં આરડીએક્સ વિસ્ફોટક મુક્યો હતો.
જમ્મુ શ્રીનગર રાજમાર્ગ ઉપર જવાનોના કાફલાને ટાર્ગેટ બનાવીને આ ગાડીથી હુમલો કરવામાં આવ્યો હતો. થોડાક સમય પહેલા સોપિયા જિલ્લામાં સેનાની ૪૪ રાષ્ટ્રીય રાયફલના જવાનોને ટાર્ગેટ બનાવીને વિસ્પોટ કરવામાં આવ્યો હતો. તપાસ બાદ જાણવા મળ્યું હતું કે, વિસ્ફોટને ગાડીમાં ઉપયોગ કરાતી રિમોટ ચાવીનો ઉપયોગ કરીને અંજામ અપાયો હતો.

Related posts

નોકરી બદલ્યાના ત્રણ જ દિવસમાં ટ્રાન્સફર થઈ જશે પીએફ અકાઉન્ટ

aapnugujarat

शिक्षक दिवस के मौके पर कांग्रेस अध्यक्ष ने देश भर के शिक्षकों को बधाई दी

aapnugujarat

नए कृषि कानून और किसान आंदोलन पर SC अब 11 जनवरी को करेगी सुनवाई

editor

Leave a Comment

UA-96247877-1