Aapnu Gujarat
રાષ્ટ્રીય

મુંબઈમાં પાંચ વર્ષની બાળકીનું અપહરણ, બળાત્કાર અને હત્યા

મધ્ય મુંબઈના માહિમ ઉપનગરમાં એક અજાણ્યા શખ્સે જેનું અપહરણ કર્યું હતું તે પાંચ વર્ષની બાળકી મૃત હાલતમાં મળી આવ્યા બાદ વિસ્તારનાં લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે.પોલીસે કહ્યું કે બાળકી પર બળાત્કાર ગૂજારવામાં આવ્યો હતો.એ બાળકી એક મજૂર પરિવારની હતી.
માહિમના એલ.જે. રોડની બાજુમાં આવેલી એક ઝૂંપડપટ્ટીમાં તે રહેતી હતી. ગુરુવારે વહેલી સવારે લગભગ ૩ વાગ્યાના સુમારે એ ઘરમાં એનાં પરિવારજનો સાથે સૂતી હતી ત્યારે એનું અપહરણ કરવામાં આવ્યું હતું.
વહેલી સવારે જ્યારે બાળકીનાં પિતા જાગ્યા ત્યારે જોયું તો બાળકી લાપતા હતી. એમણે તરત જ પોલીસને જાણ કરી હતી. બાદમાં સવારે ૧૦ વાગ્યાની આસપાસ એ જ એલ.જે. રોડ પર એક નિર્જન જગ્યામાં બાળકી મૃત હાલતમાં મળી આવી હતી.
સરકાર સંચાલિત જે.જે. હોસ્પિટલમાં મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું અને માલૂમ પડ્યું હતું કે એની પર બળાત્કાર કરવામાં આવ્યો હતો.પોલીસે ફરિયાદ નોંધી છે અને તપાસ શરૂ કરી દીધી છે.ગુનેગારને શોધવા માટે પોલીસે અનેક જવાનોની ટીમ તૈયાર કરી છે.

Related posts

जमीन से हवा में मार करने वाली मिसाइल का टेस्ट हुआ

aapnugujarat

કિસાન ક્રાંતિ યાત્રા : ખેડૂતોએ કેન્દ્ર દ્વારા અપાયેલી ખાતરીનો કર્યો અસ્વીકાર

aapnugujarat

જમ્મુ કાશ્મીરમાં SPOના પગાર બે ગણા કરી દેવાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1