Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ચૂંટણી પહેલાં ઘર ખરીદનારાઓને મોટી રાહત આપી શકે છે મોદી સરકાર

સરકાર ઘર ખરીદનારાઓને રાહત અપાવવાના હેતુથી નવી વૈકલ્પિક યોજના બનાવવા જઇ રહી છે. જોકે દિલ્હી-એનસીઆર ઉપરાંત દેશના ઘણા શહેરોમાં લાખો ખરીદદારોને બિલ્ડરને ચૂકવણી કર્યા બાદ પણ ઘરનું પજેશન મળતું નથી. આમ અલગ-અલગ કારણોથી થઇ રહ્યું છે. એવામાં સરકાર વર્ષોથી ઘરની રાહ જોઇ રહેલા લોકોને રાહત આપવાના હેતુથી ફસાયેલા પ્રોજેક્ટ માટે વૈકલ્પિક વ્યવસ્થા શોધી રહી છે. તેની જાહેરાત સરકાર દ્વારા ટૂંક સમયમાં કરવામાં આવી શકે છે.સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ તેના માટે નાણા મંત્રાલય અને શહેરી વિકાસ મંત્રાલયના અધિકારીઓ વચ્ચે બેઠક થઇ છે. આ બેઠકમાં એનબીસીસીના અધિકારીઓએ પણ ભાગ લીધો છે. સૂત્રોએ દાવો કર્યો છે કે ખરીદનારાઓને રાહત આપવાના હેતુથી બેઠક બજેટ બાદ શનિવારે કરવામાં આવી હતી. અધિકારીઓ વચ્ચે થયેલી આ મીટિંગમાં ફસાયેલા પ્રોજેક્ટને પુરા કરવા માટે આવનાર અંદાજિત ખર્ચ પર પણ ચર્ચા કરવામાં આવી હતી.
સૂત્રોએ જણાવ્યું કે બેઠક દરમિયાન એનબીસીસી સાથે ફેસાયેલા પ્રોજેક્ટને જલદી પુરા કરવાની યોજના બનાવવાનું કહેવામાં આવ્યું છે. એનબીસીને કહેવામાં આવ્યું છે કે ફસાયેલા પ્રોજેક્ટને પુરા કરવા માટે કેટલો ખર્ચ થશે, તેનો હિસાબ બતાવવામાં આવે. સરકાર તરફથી ફસાયેલા પ્રોજેક્ટ માટે અલગથી ફંડ બનાવવા પર સહમતિ બની છે. આ ફંડથી રિયલ એસ્ટેટ કંપનીઓની ખાલી પડેલી જમીનના ઉપયોગ માટે સહમતિ બની છે.સરકારની મંશા છે કે લોકસભા ચૂંટણી પહેલાં આ ફસાયેલા પ્રોજેક્ટ પર નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવે. જો આમ કરવામાં સફળતા મળે છે તો સરકારને આશા છે કે તેનો ફાયદો આગામી ચૂંટણીમાં મળશે, તમને જણાવી દઇએ કે કેટલાક બિલ્ડર પહેલાંથી જ દેવાળીયાની પ્રક્રિયામાંથી પસાર થઇ ચૂક્યા છે. એક આંકડા અનુસાર ફક્ત નોઇડા, ગ્રેટર નોઇડા અને યમુના એક્સપ્રેસવે પર જ લગભગ ૩.૫૦ લાખ ફ્લેટ ફસાયેલા છે. એવામાં આશા છે કે ફસાયેલા ખરીદદારોને સરકાર જલદી રાહત પડશે.

Related posts

વાયનાડ બેઠક પર રાહુલ ગાંધીએ ઉમેદવારીપત્ર દાખલ કર્યું

aapnugujarat

पनामा केस : काले धन रोधी अधिनियम के तहत केस दर्ज

aapnugujarat

केनरा बैंक की कोरोना कवच बीमा पॉलिसी

editor

Leave a Comment

UA-96247877-1