Aapnu Gujarat
રાષ્ટ્રીય

પ્રથમવાર મતદાન કરનારા ૭૦% યુવાનોની માંગ નોકરી

લોકસભાની ચૂંટણીને આડે ૧૦૦ દિવસ પણ નથી રહ્યાં. આગામી ચૂંટણીમાં આગામી સરકાર કોની બનશે તેનું ભાવી ૧૩ કરોડ યુવાન મતદાતાઓ નક્કી કરશે. પ્રથમ વાર મતદાન કરનારા યુવાનોની અપેક્ષા શું છે, તે સમજવા માટે ૧૮ વર્ષથી ૨૧ વર્ષના યુવાનોની વચ્ચે જઈને તેમની અપેક્ષાઓ જાણવા રાષ્ટ્ર વ્યાપી સરવે કરાયો હતો.આ સરવેમાં યુવાનોની અપેક્ષાઓમાં સૌથી મોટી અપેક્ષા કે માંગ નોકરીની છે.
પુરૂષો માટે નોકરી અને મહિલાઓ માટે સુરક્ષા સૌથી મોટી પ્રાયોરિટી છે. સરવેમા દર ૩માંથી ૨ છોકરાઓએ કહ્યું કે આગામી સરકાર પાસેથી તેમની મુખ્ય માગ નોકરી છે. આ માગ કરનાર વર્ગની ટકાવારી ૬૭ છે. સરવેમાં ૭૨ ટકા મહિલાઓએ કહ્યું કે તેમની માગ સુરક્ષા છે. સરવેમાં પુછવામાં આવેલા સવાલોમાં ૧૦૦માંથી ૭૯ છોકરીઓએ સેફ્ટિની વાત કરી હતી.આ અહેવાલ વર્તમાન સરકાર માટે ચિંતા જનક છે, કારણે કે તાજેતરમાં જ જે નેશનલ સેમ્પેલ સરવેના અહેવાલની ચર્ચાઓ થઈ હતી. તે સરવે મુજબ, વર્ષ ૨૦૧૭-૧૮માં બરોજગારીનો દર પાછલા ૪૫ વર્ષમાં સૌથી વધારે ૬.૧ રહ્યો હતો.સરવેમાં યુવાનોની માગ હતી કે તેમને એવી સરકાર જોઈએ છે, જે સરકાર સારી શૈક્ષણિક સુવિધાઓ આપે, ધાર્મિક ઘર્ષણ, બેકારી, અને ભ્રષ્ટાચાર મુક્ત દેશ બનાવે. યુવાનોની અન્ય માગમાં લઘુમતીના હક્ક, જાત્તીય ઓળખની સ્વતંત્રતાનો પણ સમાવેશ થતો હતો.
આ સરવે મુજબ છોકરીઓ કરતાં વધારે છોકરાઓને રાજકારણમાં રસ હોવાનું બહાર આવ્યું છે. સરવે મુજબ ૫૭ ટકા છોકરાઓને રાજકારણમાં રસ હતો. જ્યારે છોકરીઓમાંથી ૪૪ ટકાએ જ રાજકારણમાં રસ હોવાનું જણાવ્યું હતું. ૧૩ ટકા છોકરાઓએ જણાવ્યું હતું કે તેઓ રાજકીય દૃષ્ટીએ ઋઢીચુસ્ત છે, જ્યારે છોકરીમાં આ ટકાવારી ૨૩ હતી. છોકરાઓ અને છોકરીઓએ બંને પક્ષે નવી સરકાર અને વડા પ્રધાનની પસંદગી વડા પ્રધાન પદના ઉમેદવાર અને રાજકીય માન્યતાના આધારે કરશે તેવો જવાબ આપ્યો હતો.
સરવેમાં માત્ર ૧૮ ટકા છોકરાઓએ એવું જણાવ્યું હતું કે તેઓ સ્થાનિક ઉમેદવારને ધ્યાનમાં રાખીને મત આપશે. જ્યારે ૧૦ ટકા છોકરીઓના મતે તેઓ સ્થાનિક ઉમેદવારને ધ્યાનમાં રાખીને આગામી ચૂંટણીમાં મત આવશે.જુદા જુદા વિસ્તારના ૪૦,૦૦૦ લોકોમાંથી ૧૩૨૪ રિસોપન્ડન્ટ્‌સે રાજકારણથી લઈને નોકરી, ધર્મ, મીડિયા વેરે વિષય પર આ સરવેમાં જવાબ આપ્યા હતા.

Related posts

NIA ने FICN जब्ती मामले में पश्चिम बंगाल से एक फरार आरोपी को किया गिरफ्तार

aapnugujarat

बिहार के मुजफ्फरपुर में चमकी बुखार से मरने वाले बच्चों की संख्या ८४ पहुंची

aapnugujarat

હનુમાનનો વધ થતો હોય ત્યારે રામ ચૂપ રહે તે યોગ્ય નથી : ચિરાગ પાસવાન

editor

Leave a Comment

UA-96247877-1