Aapnu Gujarat
મનોરંજન

સિંદૂર લગાવીને કુંભ મેળામાં પહોંચી રાખી સાવંત

રાખી સાવંત કંઇક ને કંઇક એવું કરે છે કે તે ચર્ચામાં આવી જાય છે. તાજેતરમાં જ તે કુંભમાં સ્નાન કરવા માટે પ્રયાગરાજ પહોંચી હતી. આ દરમિયાન તેની સાથે એક્ટર સુદેશ બેરી પણ હતા. રાખી સાવંતે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કુંભની તસવીરો અને વિડીયો શેર કર્યો છે. સૌથી રસપ્રદ વાત એ રહી કે અપરિણીત રાખી સાવંત કુંભમાં પરિણીત સ્ત્રીની જેમ પહોંચી હતી. આ દરમિયાન રાખીએ સિંદૂર પણ લગાવ્યું હતુ. હાથમાં ચોડા અને કપાળમાં લાલ બિંદી પણ લગાવેલી હતી.
રાખીને જોઇને સૌ કોઈ ચોંકી ગયા હતા. સૌના મનમાં એક જ પ્રશ્ન હતો કે આખરે રાખી કોના નામનું સિંદૂર લગાવીને કુંભમાં પહોંચી છે? જો કે આ પ્રશ્નનો જવાબ કોઇને પણ નથી મળ્યો. રાખીએ મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે, “કુંભમાં સંગમ સ્નાન કરીને હું મારા પાપ ધોવા આવી છું.” સિંદૂર અને બિંદીનાં પ્રશ્નનો જવાબ આપતા રાખીએ કહ્યું કે, તે અપરિણીત છે છતા પણ તે કુંભનગરીમાં સોળે શણગાર સજીને અને સિંદૂર લગાવીને આવી છે.
રાખીએ કહ્યું કે, “કુંભ મેળા વિશે તો હંમેશા સાંભળતી હતી. મને અહીં બોલાવવા માટે ઘણા નિમંત્રણ મોકલવામાં આવ્યા, પરંતુ ભીડ વધારે હોવાના ડરને કારણે આવવાની હિંમત નહોતી થઇ.” રાખી સાવંતે કુંભ મેળામાં કરવામાં આવેલી વ્યવસ્થાની પ્રશંસા પણ કરી હતી. આ દરમિયાન રાખીએ યોગી સરકારનાં નારાઓ પણ લગાવ્યા.
રાખીએ કહ્યું કે, “મને અહીં આવીને ઘણું સારું લાગી રહ્યું છે. આપણા ભારતની સંસ્કૃતિ પર મને ગર્વ છે. પાયલટ બાબાએ અમારી પાસે કુંભમાં આવવાનું નિમંત્રણ મોકલ્યું હતુ, આ કારણે અમે કુંભમાં આવવાનો નિર્ણય કર્યો.

Related posts

નૈતિક હિંમત કેળવો તો મી ટુ નહીં કરવું પડે : રાની મુખરજી

aapnugujarat

શાહીદ સાથે ઇલિયાના ફરી જોડી જમાવવા તૈયાર

aapnugujarat

“બાલા સાહેબ ના હોત તો જીવતો ના હોત”, અમિતાભ બચ્ચન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1