Aapnu Gujarat
બિઝનેસ

નવા નિયમો પાળવા વધુ સમયની એમેઝોન-ફ્લિપકાર્ટ દ્વારા માંગ

એમેઝોન અને વોલમાર્ટની માલિકીની ફ્લિપકાર્ટે ઇ-કોમર્સ માટે વિદેશી સીધા મૂડીરોકાણ (એફડીઆઈ) પોલિસીમાં હાલમાં જ કરવામાં આવેલા ફેરફારને અમલી કરવા માટે પહેલી ફેબ્રુઆરીની મહેતલને લંબાવી દેવા માટે સરકારને અપીલ કરી છે. આ સમગ્ર ઘટનાક્રમ ઉપર નજર રાખી રહેલા જાણકાર લોકોએ આ અંગેની માહિતી આપી છે. સંબંધિતો સાથે પ્રાથમિક વાતચીત નહીં હોવાના કારણે ઇ-કોમર્સ કંપનીઓ નવા નિયમોને અમલી કરવા માટે વધારે સમય ઇચ્છે છે. ઇ-કોમર્સ એફડીઆઈ નિયમો બદલાઈ ગયા બાદ એમેઝોન અને ફ્લિપકાર્ટ દ્વારા વધુ સમયની માંગ કરવામાં આવી છે. ઇ-કોમર્સમાં એફડીઆઈના નવા નિયમોને અમલી કરવા માટે પહેલી ફેબ્રુઆરીની સમય મર્યાદા લંબાવી દેવા માટે ડીઆઈપીપીને પત્ર લખીને એમેઝોન અને ફ્લિપકાર્ટે જાણ કરી છે. ફ્લિપકાર્ટનું કહેવું છે કે તેના પાર્ટનરો પાસે તેના દરેક કોન્ટ્રાક્ટ અંગે ફેર વાતચીત કરવામાં આવનાર છે. એમેઝોને પહેલી જૂન સુધી વધારે સમયની માંગ કરવામાં આવી છે. ફ્લિપકાર્ટ વધુ છ મહિના માટેની ઇચ્છા ધરાવે છે.

Related posts

मारुति का मुनाफा पहली तिमाही में ३२ पर्सेंट गिरा

aapnugujarat

બેંચમાર્ક ઇન્ડેક્સ રેકોર્ડ ઉંચી સપાટી ઉપર : ખુશીનું મોજુ

aapnugujarat

ડભોઇ – શિનોર પંથકમા એફએમસીજી પ્રોડક્ટ બનાવતી ઓકટોપસ કેર કંપની દ્વારા નવા યુનિટનું ઉદ્‌ઘાટન

editor

Leave a Comment

UA-96247877-1