Aapnu Gujarat
ગુજરાત

વિરમગામમાં અખિલ ભારતીય માથુર વૈશ્ય મહાસભા દ્વારા સન્માન સમારોહ યોજાયો

અખિલ ભારતીય માથુર વૈશ્ય મહાસભા શ્રી માથુર વૈશ્ય મંડલીય પરિષદ ગુજરાત મંડળ અંતર્ગત વિરમગામ શાખા સભા, યુવા દળ, મહિલા મંડળ દ્વારા ભવ્ય સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. ઐતિહાસિક સિધ્ધનાથ મહાદેવ મંદિરના પ્રાંગણમાં આયોજિત સન્માન સમારોહમાં સમાજનાં તેજસ્વી વિદ્યાર્થીઓ, વરિષ્ઠ નાગરિકોનું સન્માન કરવામાં આવ્યું હતું. મહેમાનોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો અને મહાનુભાવો દ્વારા પ્રાસંગિક ઉદ્દબોધન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરવામાં આવ્યો હતો. અખિલ ભારતીય માથુર વૈશ્ય મહાસભા શ્રી માથુર વૈશ્ય મંડલીય પરિષદ ગુજરાત મંડળ અંતર્ગત વિરમગામ શાખા સભા, યુવા દળ, મહિલા મંડળના સન્માન સમારંભમાં મહાસભા અધ્યક્ષ રઘુનાથ પ્રસાદ, મહાસભા મહામંત્રી કુલદીપ ગુપ્તા, ઓ.પી ગુપ્તા, બિરજુ ગુપ્તા, મુકેશ કાલીકા પ્રસાદ, સુધીરકુમાર, સુશીલાબેન ગુપ્તા સહિત સમગ્ર ભારતમાંથી અખિલ ભારતીય માથુર વૈશ્ય મહાસભાના આગાવાનો હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
(તસવીર / અહેવાલ :- વંદના નીલકંઠ વાસુકિયા)

Related posts

ત્રીજા દિવસે તોગડિયાએ અમરણાંત ઉપવાસ સમેટ્યા

aapnugujarat

આમ આદમી પાર્ટીએ વધુ ૧૨ ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યું

aapnugujarat

શહીદોને અંજલી વેળા ભાજપ કોંગ્રેસની આક્ષેપબાજીથી ટીકા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1