Aapnu Gujarat
બિઝનેસ

ફ્લિપકાર્ટના ફાઉન્ડર સચિન બંસલે ચુકવ્યો ૬૯૯ કરોડનો ટેક્સ

ફ્લિપકાર્ટના સંસ્થાપક સચિન બંસલે ચાલુ નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ માટે રૂપિયા ૬૯૯ કરોડનો એડવાન્સ ટેક્સ ભર્યો છે. તેમાં અમેરિકી રિટેલર વોલમાર્ટે ફ્લિપકાર્ટને પોતાની ભાગીદારી વેચી જે નાણા પ્રાપ્ત થયા તેના પર જીએસટી લાગૂ પડતા જે ટેક્સ ચુકવવાનો થાય છે તેની ચુકવણી કરી આપી છે. તેના પાર્ટનર અને ફ્લિપકાર્ટના કો-ફાઉન્ડર બિન્ની બંસલે પણ વોલમાર્ટને પોતાની ભાગીદારી વેચી છે. પણ તેણે હજુ સુધી એ ખુલાસો નથી કર્યો કે ફ્લિપકાર્ટના શેર વેચવાથી તેમને કેટલી રકમ મળી છે. આ માહિતી ટેક્સ વિભાગના સૂત્રો દ્વારા જાણવા મળી છે.
સૂત્રો અનુસાર સચિન અને બિન્ની બંસલે હજૂ સુધી એ નથી જણાવ્યુ કે ફ્લિપકાર્ટમાં તેમનો હિસ્સો વેચ્યા પછી બીજા શેરધારકોને નોટિસ મોકલી વેચાણ કરી ખુલાસો કર્યો નથી. આ જ રીતે આ નોટિસ વોલમાર્ટ તથા ફ્લિપકાર્ટના વિદેશી રોકાણકારો શેરધારકોને કેપિટલ ગેસ પર વિથ હોલ્ડીંગ્સ ટેક્સ ચુકવવાનું કહ્યુ છે.
ગયા વર્ષે વોલમાર્ટે ૧૬ અરબ ડૉલરમાં ફ્લિપકાર્ટને ૭૭% શેર મળતા કેટલાક મહિનાઓ પછી ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે ૭,૪૩૯.૪૦ કરોડ રૂપિયા ટેક્સ ચુકવ્યો છે. પણ આ રકમથી સંતુષ્ટ ન થતા ડિપાર્ટમેન્ટે વોલમાર્ટને પુછ્યુ કે તેણે તમામ ૪૬ વિદેશી શેરધારકોને આપેલા પેમેન્ટમાં કોણે કેટલો ટેક્સ ચુકવ્યો છે?
ફ્લિપકાર્ટનું રજીસ્ટ્રેશન સિંગાપુરમાં થયુ છે અને ૯ મે ૨૦૧૮થી વોલમાર્ટ દ્વારા ખરીદાયા પછી સોફ્ટબેન્ક અને ઈબે તેના મોચા શેરધારકો હતા. સોફ્ટબેન્ક અને ઈબી પર ૪૦% શોર્ટ ટર્મ જીએસટી લાગી શકે છે. પણ ભારતનો સિંગાપુર સાથે થયેલ બેવડો કરાધાનના કારણે ૨૦% સુધી આ ટેક્સ રહે તેવી શક્યતા છે.

Related posts

હોમ અને કાર લોન માર્ચ મહિનાથી વધુ મોંઘી થશે

aapnugujarat

FPI દ્વારા ઇક્વિટીથી કુલ ૪૦૮૯ કરોડ રૂપિયા પરત

aapnugujarat

थोक महंगाई दर 22 महीने के निचले स्तर पर, मई में घटकर 2.45%

aapnugujarat

Leave a Comment

UA-96247877-1