Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

છત્તીસગઢની સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય : ઉદ્યોગ માટે સંપાદીત જમીન ખેડૂતોને પાછી અપાશે

ખેડૂતોની કર્જમાફી બાદ છત્તીસગઢની ભૂપેશ બઘેલની આગેવાનીવાળી કોંગ્રેસની સરકારે ઘોષણા કરી છે કે બસ્તરના લોહંડીગુડામાં ટાટા સ્ટીલ પ્લાન્ટ માટે લગભગ દશ વર્ષ પહેલા ખેડૂતો પાસેથી લેવામાં આવેલી જમીન તેમને પાછી આપવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે દેશમાં આ પહેલો મામલો છે કે જ્યં ઉદ્યોગ માટે સંપાદીત જમીનને આટલા લાંબા સમય બાદ ખેડૂતોને પાછી અપાઈ રહી છે.
છત્તીસગઢના મુખ્યપ્રધાન ભૂપેશ બઘેલે અધિકારીઓને નિર્દેશ આપ્યા છે કે તેઓ જમીન વાપસી કરવા સંબંધિત પ્રસ્તાવ તૈયાર કરે. આ પ્રસ્તાવને કેબિનેટની બેઠકમાં રજૂ કરવામાં આવશે. મુખ્યપ્રધાન બઘેલના નિર્દેશ બાદ ૨૦૦૮માં સંપાદીત જમીનને પાછી આપવાની કવાયત શરૂ થઈ ચુકી છે. મહત્વપૂર્ણ છે કે બસ્તર પ્રવાસ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ લોહાંડીગુડા વિસ્તારના ખેડૂતોને વાયદો કર્યો હતો કે તેમની સંપાદીત કરવામાં આવેલી જમીન તેઓ પાછી અપાવશે.
આ સિવાય કોંગ્રેસે પોતાના ચૂંટણી ઢંઢેરામાં કહ્યું હતું કે સંપાદનના પાંચ વર્ષ સુધી કોઈ યોજના સ્થાપિત કરવામાં આવી હોય નહીં તેવી જમીનો ખેડૂતોને પાછી આપવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે ૨૦૦૫માં તત્કાલિન ભાજપ સરકારે ૧૯ હજાર ૫૦૦ કરોડ રૂપિયામાં બનનારા ટાટા સ્ટીલ પ્લાન્ટ માટેના એક પ્રસ્તાવ પર હસ્તાક્ષર કર્યા હતા.
તેના પ્રમાણે બસ્તર જિલ્લાના લોહંડીગુડા બ્લોકના દશ ગામડાં કુમ્હલી, છિંદગાંવ, બેલિયાપાલ, બડાંજી, દાબપાલ, બડેપરોદા, બેલર અને સિરિસગુડા તથા ટાકરાગુડાની જમીન ૨૦૦૮માં સંપાદીત કરવામાં આવી હતી. કુલ ૧૭૬૪ હેક્ટર જમીનનું સંપાદન કરવામાં આવ્યું હતું.

Related posts

ભાજપ અને જેડીયુ વચ્ચે સીટને લઇ સમજૂતિ થઇ

aapnugujarat

ચિદમ્બરમ પોતાને વિશ્વના સૌથી જ્ઞાની વ્યક્તિ માને છે : મોદી

aapnugujarat

इसरो ने रचा इतिहास : PSLV-C50 के जरिये संचार उपग्रह CMS-01 को किया लॉन्च

editor

Leave a Comment

UA-96247877-1