Aapnu Gujarat
ગુજરાત

ગ્રેટ બીટ ડાન્સ એકેડમી અને અપના ફાઉન્ડેશન દ્વારા ‘બાળમજુરી અટકાવો’ અંતર્ગત ડાન્સ પરફોર્મન્સ રજુ કરાયું

ગ્રેટ બીટ ડાન્સ એકેડમી અને અપના ફાઉન્ડેશન દ્વારા ‘બાળમજુરી અટકાવો’ વિષય પર તા. ૨-૧૨-૨૦૧૮નાં રોજ રવિવારે ડાન્સ પરફોર્મન્સ યોજાયું હતું. આ ડાન્સ પરફોર્મન્સ એટલું હૃદયસ્પર્શી રહ્યું કે, ઉપસ્થિત અતિથિશ્રીઓ અને શ્રોતાઓને આવા સામાજિક દુષણથી વિશેષ માહિતગાર કરાયાં. ‘બેટી બચાવો બેટી પઢાવો’ની સરકારની ઝુંબેશને આગવો વેગ આપવા અને સામાજિક ક્રાંતિ માટે નાગરિકોને મનોરંજન સાથે માહિતગાર કરીને પ્રેરણા પૂરી પાડવા માટે સામાજિક અને ધાર્મિક કાર્યક્રમોમાં ડાન્સ પરફોર્મન્સ દ્વારા જાગૃતિ ફેલાવવાનું કાર્ય કરી રહેલાં સેજલબેન રાકેશભાઈ ભાવસાર આ કાર્યક્રમનાં સંચાલિકા હતાં જેઓ છેલ્લાં ચાર વર્ષથી કોઈપણ જાતનાં અંગત સ્વાર્થ વગર આવાં કાર્યક્રમોમાં સહભાગી થઈ સમાજમાં જાગૃતિ ફેલાવવાનું ધન્યવાદને પાત્ર કહી શકાય તેવું કાર્ય કરી રહ્યાં છે.

Related posts

गुजरात में कृषिमहोत्सव ने कृषिक्रांति लायी है : भाजपा के प्रदेश प्रवक्ता डॉ. जगदीश भावसार

aapnugujarat

લાંભામાં દોઢ વર્ષનું બાળક ખાડામાં ડૂબતાં મોત

aapnugujarat

બેંકિંગ સિસ્ટમથી હવે પ્રજાનો ભરોસો ઉઠી ગયો છે : ધાનાણી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1