Aapnu Gujarat
મનોરંજન

વરુણ-કેટરિનાની ફિલ્મ એપ્રિલમાં ફ્લોર પર જશે

મોખરાની કલાકાર જોડી વરુણ ધવન અને કેટરિના કૈફને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી રેમો ડિસોઝાની આગામી ફિલ્મ ૨૦૧૯ના એપ્રિલમાં ફ્લોર પર જશે એવી માહિતી મળી હતી. હાલ આ ફિલ્મને ડાન્સ ડાન્સ ટાઇટલ અપાયું છે અને રેમોની નિકટનાં સૂત્રોએ જણાવ્યા મુજબ રેમોની બે સુપરહિટ ફિલ્મો એબીસીડી (એનીબડી કેન ડાન્સ) અને એબીસીડી ટુના અનુસંધાનમાં આ ફિલ્મ બની રહી છે.
તાજેતરમાં કૉફી વીથ કરણમાં આ બંને કલાકારો હાજર થયાં ત્યારે બંને વચ્ચેની કેમિસ્ટ્રીની જાણકાર વર્તુળોએ નોંધ લીધી હતી અને રેમોએ આ બંનેને મુખ્ય ભૂમિકા માટે પસંદ કર્યા એની પ્રશંસા પણ થઇ હતી. મૂળ આ ફિલ્મ ડિસેંબરમાં જ ફ્લોર પર જવાની હતી પરંતુ હજુ કેટલીક પૂર્વતૈયારી ચાલી રહી હોવાથી ડિસેંબરને બદલે ર૦૧૯ના એપ્રિલની પસંદગી કરાઇ હતી.  રેમોની નિકટનાં સૂત્રો કહે છે કે હજુ રેમો બીજી એક અભિનેત્રી પણ આ ફિલ્મમાં લેશે. એટલે એક પ્રકારનો ટ્રાયન્ગલ (ત્રિકોણ ) રચાય એવી શક્યતાને નકારી કઢાતી નથી.

Related posts

‘कबीर सिंह’ की सक्सेस से सातवें आसमान पर पहुंची कियारा, पैरेंट्स संग केक काटकर मनाया जश्न

aapnugujarat

એકમેકમાં ખોવાયા આલિયા ભટ્ટ અને રણબીર કપૂર

aapnugujarat

અભિનેત્રીઓને પણ સારી રકમ ચુકવવાની જરૂર છે : પુજા હેગડે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1