Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કોંગ્રેસ એમપીમાં ગઠબંધન કરી બહુજન સમાજ પાર્ટીને ખતમ કરવા ઈચ્છતી હતી : માયાવતી

બહુજન સમાજ પાર્ટીએ મધ્યપ્રદેશમાં કોંગ્રેસ સાથે ચૂંટણીલક્ષી ગઠબંધન કર્યું નથી. મધ્યપ્રદેશમાં બીએસપીના સુપ્રીમો માયાવતી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ભોપાલમાં યોજાયેલી રેલી બાદ આગામી સમયમાં તેઓ વધુ કેટલાક ચૂંટણી કાર્યક્રમોમાં જોવા મળશે. મધ્યપ્રદેશમાં ૨૮ નવેમ્બરે ચૂંટણી યોજાવાની છે અને અગિયાર ડિસેમ્બરે તેના પરિણામો જાહેર થવાના છે. ભોપાલ રેલીમાં માયાવતીએ કોંગ્રેસને નિશાને લીધી હતી.
માયાવતીએ કહ્યું છે કે મધ્યપ્રદેશની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ તેમની પાર્ટી સાથે ગઠબંધન કરીને બહુજન સમાજ પાર્ટીને ખતમ કરવા ઈચ્છતી હતી. કોંગ્રેસ ગઠબંધનનો સહારો લઈને ષડયંત્ર હેઠળ બીએસપીને ઓછી બેઠકો આપવા માંગતી હતી. જો કે કોંગ્રેસ કેટલી બેઠકો ફાળવવા ઈચ્છતી હતી.. તેનો કોઈ ફોડ માયાવતીએ પાડયો નથી. માયાવતીના વલણને કારણે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં વિપક્ષના કોંગ્રેસના નેતૃત્વવાળા મહાગઠબંધનમાં બીએસપીના સામેલ થવા મામલે અનિશ્ચિતતાઓ વધી છે અને ઘણાં પ્રશ્નાર્થો ઉઠવા લાગ્યા છે.

Related posts

ખ્રિસ્તી મિશનરીએ વેચેલા ૫૮ બાળકોનો અતો-પતો નથી

aapnugujarat

देश के खतरनाक नेशनल हाईवे की सुरक्षा करेगी सीआईएसएफ

aapnugujarat

गैंगस्टर सुख बिकरीवाल दिल्ली एयरपोर्ट से गिरफ्तार

editor

Leave a Comment

UA-96247877-1