Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

૬ હજાર દવાઓ પર ટૂંક સમયમાં જ લાગશે પ્રતિબંધ

માથાનો દુખાવ, શરીરનો દુખાવો, તાવ અને શરદી જેવી બીમારીઓમાં વપરાતી કેટલીક જેનેરિક દવાઓ ટૂંક સમયમાં જ પ્રતિબંધ લાદી શકે છે. સૂત્રોનુ માનીયે તો, સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા ૬ હજારથી વધુ દવાઓ પર પ્રતિબંધ લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સોર્સિસનું માનીયે તો, દવાઓ બનાવનારી કંપનીઓએ ૩૨૮ ફિક્સ ડોઝ કોમ્બિનેશન વાળઈ દવાઓનાં પ્રભાવ અને દુષ્પ્રભાવનો અબ્યાસ કર્યા વગર જ આ દવાઓને બજારમાં ઉતારી હતી. જેનાથી સ્વાસ્થ્ય મંત્રાલય નારાજ હતું. આ નિર્ણયથી સન ફાર્મા, સિપ્લા, વોકહાર્ટ અને ફાઇઝર જેવી ગણી ફાર્મા કંપનીઓને મોટો ઝટકો લાગી શકે છે. આ પ્રતિબંધથી ૩-૪ હજાર કરોકડ રૂપિયાની દવાઓનાં બિઝનેસ પર અસર પડશે. ફાઇઝર, સિપ્લાએ ૬૦૦૦થી વધુ બ્રાન્ડને ઝટકો લાગી શકે છે. સન ફાર્મા, વોકહાર્ટ જેવી કંપનીઓને પણ ઝટકો લાગ્યો છે.
આપને જણાવી દઇએ કે, સુપ્રી કોર્ટનાં આદેશ પર ડીટીએબીએ ૩૨૮ દવાઓની તપાસ કરી હતી જે બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ પ્રતિબંધની અસર સેરિડોન, એસ-પ્રોક્સિવોન, નિમિલાઇડ ફેન, જિટેપ પી, એમક્લોક્સ, લિનોક્સ એક્સ ટી અને જેથરિન એ એક્સ જેવી દવાઓ પર પડશે.

Related posts

૧૬ થી ૨૪ જાન્યુઆરીની વચ્ચે રામમંદિરમાં મૂર્તિ સ્થાપિત કરાશે

aapnugujarat

“I don’t know how long K’taka govt will survive. It depends on Congress decision”: Deve Gowda

aapnugujarat

મેજર ગોગોઈ સામે કોર્ટ ઓફ ઇન્કવાયરીનો કરાયેલો આદેશ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1