Aapnu Gujarat
Uncategorized

સંત શિરોમણી રવિદાસ એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તેજસ્વી તારલાઓનું સન્માન

પૂર્વ સાંસદ રતિલાલ વર્માનાં અધ્યક્ષ સ્થાને સંત શિરોમણી રવિદાસ એજ્યુકેશન ચેરીટબેલ ટ્રસ્ટ દ્વારા તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું, સાથે સાથે નિવૃત્ત અધિકારીઓનું તથા નવનિયુક્ત મેળવેલ સરકારી નોકરીયાતોનું શાલ ઓઢાડી સંત શિરોમણી રોહિદાસની છબી આપી મોમેન્ટો સાથે તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગમાં મોટાભાગનાં ધોરથી ૮ લઈને કોલેજ સુધીનાં યુવક-યુવતીઓએ પોતાની શક્તિનો કળા દ્વારા પરિચય આપ્યો હતો. એક દીકરીએ સુંદર સમજવાલાયક ગીતો ગાઈ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વ લોકોને મંત્રમુગ્ધ કરી દીધાં તો એક નાની વિદ્યાર્થીનીએ અંગ્રેજીમાં પોતાનું વક્તવ્ય આપીને સૌને આશ્ચર્યચકિત કરી દીધાં હતાં.
સમગ્ર ભાવનગર જિલ્લામાંથી સામાજીક આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે પ્રવિણ મારૂ (ધારાસભ્ય ગઢડા) ઉપસ્થિત રહ્યાં હતાં. અતિથિ વિશેષ તરીકે પી.ડી.સરવૈયા સમાજ કલ્યાણ અધિકારી (અમરેલી) ઉપસ્થિત હતાં. આમંત્રિત મહેમાનોમાં શૈલેષભાઈ જી. પટેલ (જિલ્લા સામાજીક ન્યાય સમિત ચેરમેન, ભાવનગર), જયાબેન વિનોદભાઈ મારૂ (જિલ્લા પંચાયત સદસ્ય, ભાવનગર), મનુભાઈ સોલંકી (પીએસઆઈ), પ્રકાશભાઈ ચાવડા (પીએસઆઈ), જયાબેન પી. ચાવડા (કોર્પોરેટર ભાવનગર મહાનગરપાલિકા), અરવિંદભાઈ પરમાર (કોર્પોરેટર ભાવનગર મહાનગરપાલિકા), જીતુભાઈ સોલંકી (કોર્પોરેટર ભાવનગર મહાનગરપાલિકા), મહેન્દ્રભાઈ એન. મકવાણા (ભાગ્યોદય પીકર્સ, કુંભારવાડાસર્કલ), મોહનભાઈ જી. મકવાણા (જીએમઈ બાઈક), બી.જે.પરમાર (પૂર્વ ડીઈઓ), ડી.ડી.સોલંકી (પૂર્વ પીઆઈ), કે.વી.કંટારીયા (પ્રમુખ શ્રી રોહીદાસ યુવા સંઘ, કુંભારવાડા ભાવનગર), શ્રી નવસર્જન ટ્રસ્ટ – વલ્લભીપુર ઉપસ્થિત રહ્યા હતાં.
સમારોહનાં અંતે અધ્યક્ષ સ્થાનેથી પૂર્વ સાંસદ રતિલાલ વર્માએ જણાવ્યું કે, આ સંસ્થાનો આ છઠ્ઠો કાર્યક્રમ છે. આવી કારમી મોંઘવારીમાં આ રીતનાં કાર્યક્રમ કરવા ઘણાં અઘરાં હોય છે. સંસ્થાને પણ આર્થિક મદદની જરૂર હોય છે તો સમાજનાં શ્રેષ્ઠીઓએ આવી સુંદર સંસ્થાઓને આર્થિક મદદ કરીને તેમનો ઉત્સાહ વધારવો જોઈએ જેથી સંસ્થાનાં હોદ્દેદારોનાં નવા કાર્યક્રમો યોજવામાં સરળતા રહે.
વિશેષમાં શ્રી વર્માએ જણાવ્યું હતું કે, આજે શિક્ષણની અને સંગઠનની તાતી જરૂરિયાત છે. ડૉ. બાબાસાહેબે આપણને જે માર્ગ બતાવ્યો છે શિક્ષિત બનો અને સંગઠિત થાવ તેને સાકાર કરવા માટે આવા કાર્યક્રમો યોજાય તે અત્યંત જરૂરી છે. સરકાર તરફથી અનેક યોજનાઓ દલિત સમાજનાં લાભાર્થે મૂકવામાં આવી છે તેનો આપણે સૌ લાભ લઈએ. આપણાં બાળકોને વિદેશ ભણવા માટે સરકાર તરફથી વિશેષ સહાયતા મળે છે તો અહીંયા બેઠેલાં દરેક માતા-પિતા નિર્ણય કરે કે તે પોતાનું એક બાળક વિદેશમાં ભણવા માટે મોકલશે જ.જો આ પ્રતિજ્ઞા આપ સૌ કરશો તો ડૉ. બાબાસાહેબનો ધ્યેય સાર્થક થશે. ડૉ. બાબાસાહેબ પણ અત્યંત ગરીબીમાં જન્મીને કોઈપણ જાતની સુવિધા ન હોવા છતાં વિશ્વની સર્વશ્રેષ્ઠ ડિગ્રી મેળવીને ભારતીય બંધારણનાં રચિયતા બન્યાં, તે આપણાં સૌનાં માટે ગૌરવની વાત છે.
અંતમાં તેઓએ બાળકો અને માતાપિતાનો ઉત્સાહ વધારવા માટે તેઓ નીચે પ્રમાણેની પંક્તિ બોલ્યાં.
બાળક છે અજ્ઞાન તેને કરાવો ઓળખાણ કેવી રીતે વધે આપણી શાન,
બાળક બનશે જો બદમાશ તો ઘરનું જાશે સત્યાનાશ,
બાળક બનશે જો ઈન્સાન તો દુનિયામાં કહેવાશે મહાન,
લોકોએ આ પંકતિ સાંભળી તાળીઓથી પૂર્વ સાંસદ રતિલાલ વર્માને વધાવી લીધાં હતાં.
આ કાર્યક્રમનાં મુખ્ય આયોજકોમાં રતનજીભાઈ ધુડાભાઈ મકવાણા (પ્રમુખ), મનજીભાઈ પ્રેમજીભાઈ સાગઠીયા (ઉપપ્રમુખ), ભીખાભાઈ નથુભાઈ સોલંકી (મંત્રી), કાનજીભાઈ ભીખાભાઈ મેવાડા (ખજાનચી), વિનોદભાઈ મુળજીભાઈ મારૂ (સંગઠનમંત્રી), જેરામભાઈ પાલજીભાઈ પરમાર (સહખજાનચી), મનુભાઈ ડાહ્યાભાઈ ચૌહાણ (સહતંત્રી), દીપકભાઈ દેવશીભાઈ સોલંકી (સહમંત્રી) હતા.
ભારે જહેમત બાદ આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ ઉપસ્થિત આયોજકોને પૂર્વ સાંસદ રતિલાલ વર્માએ બિરદાવ્યા હતાં.

Related posts

સુરતમાં વધુ એક 5 વર્ષની બાળકી પીંખાઇ

aapnugujarat

ગીર સોમનાથ જિલ્લા ચૂંટણી પંચના આઇકોન ચેતના વાળા – કિંજલ વાળા ચુંટણીમાં મતદાન કરશે. 

aapnugujarat

રાજકોટમાં દલિત યુવાનને માર મારી મોતને ઘાટ ઉતાર્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1