Aapnu Gujarat
ગુજરાત

સંથારા શ્રાવકે જૈન પરંપરા ઉજાગર કરી

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટ ખાતે યોજાયેલા વિવિધ કાર્યક્રમો અંતર્ગત એરપોર્ટ પર આવી પહોંચતા સાંસદ મોહન કુંડારિયા, ધારાસભ્ય ભાનુબેન બાબરિયા, ધનસુખભાઈ ભંડેરી, નીતીનભાઈ ભારદ્વાજ, કમલેશ મીરાણી અને અગ્રણીઓ તથા વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓએ મુખ્યમંત્રીનં સ્વાગત કર્યું હતું. પ્રવાસના પ્રારંભે મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમના ધર્મપત્ની અંજલિબેન વગેરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આયોજિત ચંદન કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સંઘ પરંપરાને જાળવી હતી અને સંઘના કાર્યકરો સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ચૌહાણ તથા આરએસએસના અગ્રણીઓએ મુખ્યમંત્રીનું ભાવભીનું અભિવાદન કર્યું હુતં. મુખ્યમંત્રી રૂપાણીએ રાજકોટના પૂર્વ કોર્પોરેટર અતુલ પંડિતના જન્મદિને શુભેચ્છાઓ પાઠવી હતી. ત્યારબાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જૈન ચાલ સ્થાનકવાસી સંઘ ખાતે સંથારાના શ્રાવક વિજય કાંતિલાલ શાહના ૧૧માં દિવસે દર્શનાર્થે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે માંગલિક સાંભળ્યા બાદ જણાવ્યું હતું કે, જૈન શ્રાવકે સંથારો અંગીકાર કરી જૈન શાસકની પરંપરાને ઉજાગર કરી છે.

Related posts

ચૂંટણી ખર્ચ માટે ભાજપાનો ૨૦૦ કરોડનું ફંડ ઉઘરાવવાનો ટાર્ગેટ

aapnugujarat

ધૂળેટીનાં પર્વે પાણીનો બગાડ કરનાર સામે એએમસી લાલ આંખ કરશે

aapnugujarat

વિધાનસભાના અધ્યક્ષ સામે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ થયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1