Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

છત્તીસગઢમાં ૧૬ નક્સલી ઠાર

છત્તીસગઢના સુકમામાં સુરક્ષા દળોને વધુ એક મોટી સફળતા હાથ લાગી છે. સુરક્ષા દળો સાથેની અથડામણમાં ૧૬ નક્સલીઓ ઠાર મરાયા છે. આ ઉપરાંત ચાર નક્સલીઓની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. સુરક્ષા દળોની તાજેતરના વર્ષોની સૌથી મોટી સફળતા તરીકે આને ગણવામાં આવે છે. હથિયારોનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે. ઘેરાબંધી કરીને સુરક્ષા દળોએ ઓપરેશન હાથ ધર્યું હતું. નક્સલીઓની પાસેથી હથિયારો પણ મળી આવ્યા છે. પોલીસ નાયબ નિર્દેશક (નક્સલ વિરોધી ઓપરેશન) સુંદરરાજે કહ્યું છે કે, રાયપુરથી આશરે ૫૦૦ કિલોમીટરના અંતરે દક્ષિણી સુકમાના વન્ય વિસ્તારમાંઆ અથડામણ આજે વહેલી સવારે થઇ હતી. હજુ સુધી ૧૬ નક્સલીઓના મૃતદેહ મળી આવ્યા છે. હથિયારો પણ જપ્ત કરવામાં આવ્યા છે. એન્ટી નક્સલ ઓપરેશનમાં સ્પેશિયલ ડીજીએ માહિતી આપતા કહ્યું હતું કે, ૧૬ નક્સલવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. એરિયા કમિટિ મેમ્બરને પણ પકડી લેવામાં આવી છે. મહિલા નક્સલીની સાથે તેની ધરપકડ કરવામાં આવી છે. એસીએમ પર પાંચ લાખ રૂપિયાનું ઇનામ હતું. એરિયા કમિટિ મેમ્બર નક્સલીઓના ખુબ ખતરનાક હોય છે. તેમણે વિગત આપતા કહ્યું હતું કે, કેમ્પમાં ૨૦થી ૨૫ નક્સલીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. ત્યારબાદ આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સુકમાના આંતરિક વિસ્તારોમાં હજુ પણ એક મોટુ ઓપરેશન ચાલી રહ્યું છે. રવિવારના દિવસે ઓપરેશન શરૂ કરવામાં આવ્યા બાદથી આજે પણ આ ઓપરેશન જારી રહ્યું હતું. આ પહેલા છત્તીસગઢના બીજાપુરમાં નક્સલવાદીઓ અને સુરક્ષા કર્મીઓ વચ્ચે અથડામણ થઇ હતી જેમાં એક નક્સલી ઠાર થયો હતો. બે પોલીસ કર્મીઓ ઘાયલ થયા હતા. આ અથડામણ ત્રીજી ઓગસ્ટના દિવસે થઇ હતી.

Related posts

भाजपा विधायक के वीडियो पर राहुल का तंज, बोले – पार्टी में ये सबसे ईमानदार

aapnugujarat

પીએનબી બેંક ફ્રોડ : અધિકારીઓને રૂશ્વતમાં જ્વેલરી અપાઈ હતી

aapnugujarat

અવિશ્વાસ દરખાસ્તને ડાબેરીઓ, કોંગ્રેસ, અન્ય પક્ષોએ આપેલો ટેકો : મોદી સરકાર સામે સોમવારે અવિશ્વાસ દરખાસ્ત રજૂ કરાશે : શિવસેનાનું વલણ કેવું રહેશે તેનાં પર બધાંની નજર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1