Aapnu Gujarat
મનોરંજન

રણબીર કપૂરે ફીમાં વધારો કર્યો

રણબીર કપૂરની હાલમાં જ રિલીઝ થયેલી ’સંજૂ’એ બોક્સ ઓફિસ પર રેકોર્ડબ્રેક કમાણી કરી દીધી છે. આ ફિલ્મ રણબીરની પહેલી ૩૦૦ કરોડ ક્લબમાં શામેલ થનારી ફિલ્મ બની ગઇ છે. ’સંજૂ’નાં સક્સેસફૂલ બિઝનેસ બાદ હવે માર્કેટમાં રણબીરની ડિમાન્ડ વધી ગઇ છે. તેને જોતા જ રણબીરે તેની બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ ફી વધારી લીધી છે.
મીડિયા રિપોટ્‌ર્સ મુજબ, રણબીરનાં બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ ફીસને ડબલ કરી દીધી છે તે યૂથમાં ઘણો પોપ્યુલર છે. એટલે તેની ફ્લોપ ફિલ્મોની બ્રાન્ડ વેલ્યૂ પર કોઇ અસર થતી ન હતી. પણ તેની લેટેસ્ટ હિટ સંજૂએ તેની બ્રાન્ડ વેલ્યૂને વધારી દીધી છે.
એડવર્ટાઇઝરની વચ્ચે રણબીર કપૂરને સાઇન કરવાની હોડ લાગી છે. પણ હવે રણબીર તેનાં પ્રોજેક્ટ્‌સને લઇને ઘણો કેરફૂલ છે. સોર્સિસની માનીયે તો, રણભીર કપૂરની ટીમ સ્પષ્ટ છે કે એક્ટરે શું એન્ડોર્સ કરવું જોઇએ. થોડા સમયમાં જ રણબીર આ તમામ નવાં કોમર્શિયલ શૂટ કરશે.
આપને જણાવી દઇએ કે રણબીર કપૂર સ્ટાર ’સંજૂ’ બોલિવૂડ બોક્સ ઓફિસ પર અત્યાર સુધીની છઠ્ઠી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઇ છે. આ ફિલ્મે પહેલાં અઠવાડિયામાં જ ૧૦૦ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી હતી.

Related posts

કંગનાની ફિલ્મ મણિકર્ણિકા અટવાઇ

aapnugujarat

એક દિવસ એવો આવશે જ્યારે કાન્સ હિન્દુસ્તાનમાં હશે : Deepika Padukone

aapnugujarat

नहीं चला अनिल और एश्वर्या का जादू

aapnugujarat

Leave a Comment

UA-96247877-1