Aapnu Gujarat
રાષ્ટ્રીય

બાળક ચોરીની અફવામાં લોકોએ ગુગલનાં એન્જિનિયરને પતાવી દીધો

કર્ણાટકના બીદરમાં હવે મૉબ લિંચિંગના કેસમાં એક એન્જિનિયરને પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો, હૈદરાબાદના આ સોફ્ટવેયર એન્જિનિયરને બચ્ચાચોરીની અફવાહમાં ભીડે ગરદાપાટૂનો માર મારી મોતને ઘાટ ઉતાર્યા હતા, જ્યારે અન્ય ૩ લોકોને ગંભીર અવસ્થામાં બચાવવામાં આવ્યા હતા.
પોલીસે જણાવ્યું કે, ભીડે બચ્ચાચોરના આરોપમાં ૩૨ વર્ષના મોહમ્મદ આજમ નામના યુવકને ઘટના સ્થળે ગટદા પાટૂમારીને હત્યા કરી હતી. હૈદરાબાદના મલકપેટનો રહેવાસી મોહમ્મદ આજમ અહમદ ગૂગલમાં એન્જિનિયર છે. જણાવવામાં આવી રહ્યું છે કે, હૈદરાબાદના રહેવાસી મોદમ્મદ આજમ, બશીર, સલમાન અને અકરમ પોતાના મિત્રને મળવા અહીં બીદરના મુરકી આવ્યો હતો.
અહેવાલોનું માનીએ તો અહીંથી પાછી ફરતી વખતે તેમાંથી એક વ્યક્તિ ત્યાં બાળકોને ચોકલેટ વહેંચવા લાગ્યો હતો. ત્યારે વૉટ્‌સએપ પર બચ્ચાચોરીની અફવા ફેલાઈ હતી. ત્યારબાદ મોટી સંખ્યામાં લોકો ભેગા થયા અને તેમને ચારેય વ્યક્તિઓ પર હુમલો કર્યો હતો.
આ ઘટનાની જાણ જેવી પોલીસને થઈ ત્યારે ઉચ્ચ પોલીસ અધિકારી ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ખુદ બીદરના એસપીએ એન્જિનિયરના ત્રણેય ઘાયલોને ભીડમાંથી તેમનો જીવ બચાવ્યો હતો. પરંતુ તેઓ ગંભીર રીતે ઘાયલ છે. ઘાયલ નૂર મોહમ્મદ, મોહમ્મદ સલમાન અને સલહમ ઈદાલ કુબૈસીને બીદરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
પોલીસના મતે, મૉબ લિંચિગના આરોપમાં ૩૦ લોકોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે વૉ્‌ટ્‌સએપ પર બચ્ચાચોરીની અફવાહ ફેલાવનાર ગ્રુપ એડમિનની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. તેની સાથે પોલીસે વૉટ્‌સએપ બચ્ચાચોરી સાથે જોડાયેલા વિઝુઅલ પોસ્ટ કરનારની પણ ધરપકડ કરી લીધી છે.

Related posts

જમ્મુ કાશ્મીરમાં સ્થાનિક લોકો આતંકવાદ તરફ વળી રહ્યા છે : રિપોર્ટ

aapnugujarat

जयपुर और दिल्ली छावनी के बीच विशेष रेलगाड़ी का संचालन

aapnugujarat

पिछले साल एक करोड़ युवाओं ने देश में खोया रोजगार : राहुल

aapnugujarat

Leave a Comment

UA-96247877-1