Aapnu Gujarat
મનોરંજન

પ્રિયંકા-નિક જુલાઇમાં સગાઇ કરી શકે

બોલિવુડ અને હોલિવુડમાં પોતાની અલગ છાપ ઉભી કરી ચુકેલી લોકપ્રિય અભિનેત્રી પ્રિયંકા ચોપડા હાલમાં પોતાના પરિવારના સભ્યો અને ખાસ મિત્ર નિક જોનસ સાથે ગોવામાં રજા માણી રહી છે. બીજી બાજુ એવા હેવાલ પણ આવી રહ્યા છે કે તેના ફ્રેન્ડ નિકની સાથે તે આગામી મહિના જુલાઇમાં સગાઇ કરી શકે છે. હકીકતમાં હાલના દિવસોમાં જે રીતે પ્રિયંકા અને નિક વચ્ચે સોશિયલ મિડિયામાં ચર્ચા છે અને એકબીજાને લઇને જે રીતે પોસ્ટ શેયર કરવામાં આવી રહ્યા છે તે જોતા તેમના સંબંધને ઓફિશિયલ માની લેવામાં આવ્યા છે. હાલમાં નિકે પ્રિયંકા અને તેના પરિવારના સભ્યોની સાથે મુંબઇમાં ડિનરમાં ભાગ લીધો હતો. જે ગાળા દરમિયાન તેઓએ એક વિડિયો શેયર કરીને કેટલીક માહિતીની આપલે કરી હતી. હવે તેમને હોટ કપલ તરીકે જોવામાં આવે છે. હવે તેમને લઇને નવી માહિતી સપાટી પર આવી રહી છે. એવા અહેવાલ આવી રહ્યા છે કે બન્ને આ વર્ષે જુલાઇના અંત સુધીમાં અથવા તો પહેલા જ સગાઇ કરી શકે છે. ફિલ્મફેરમાં પ્રકાશિત કરવામાં આવેલા હેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે નિક દ્વારા મુંબઇ આવીને પ્રિયંકાની માતાને મળવાના સમાચાર બાદ કેટલીક બાબતો સ્પષ્ટ થઇ ગઇ છે. આનાથી લાગે છે કે બન્ને પોતાના સંબંધોને આગળ વધારી દેવાનો નિર્ણય કરી ચુક્યા છે. એક સપ્તાહ પહેલા નિકના પરિવારના સભ્યો સાથે તે નજરે પડી હતી. સગાઇના હેવાલ સાંભળી લીધા બાદ એક બાબત તો નક્કી છે કે બંને ખુબ ગંભીર છે. ગયા ગુરૂવારના દિવસે જ બંને સાથે ભારત આવ્યા હતા. ત્યારબાદ પ્રિયંકા ચોપડાની માતા મધુની સાથે બંને ડિનર પર ગયા હતા. તે ગાળા દરમિયાન મિડિયાના લોકો તેમને સતત ફોલો કરી રહ્યા હતા. મિડિયાની નજર વચ્ચે પણ બન્નેની નજર એકબીજાને શોધતી નજરે પડી હતી.

Related posts

अनु मलिक पर लगे सेक्शुअल हैरसटमें के आरोप सच हैः अलीशा चिनॉय

aapnugujarat

ફિલ્મ અભિનેત્રી રીટા ભાદુરીનું અવસાન

aapnugujarat

રાધિકા ત્રીજી વેબ સિરિઝના પ્રમોશનમાં વ્યસ્ત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1