Aapnu Gujarat
ગુજરાત

આંતરરાષ્ટ્રીય યોગ દિવસને લઇ તૈયારી ચરમસીમા ઉપર

ચોથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસને લઇને અમદાવાદ શહેરની સાથે સાથે રાજ્યભરમાં જોરદાર તૈયારીઓ કરવામાં આવી ચુકી છે. રાજ્ય સ્તરનો મુખ્ય કાર્યક્રમ અમદાવાદમાં સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે યોજાનાર છે જેને લઇને તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આસપાસના અતિક્રમણોને દૂર કરવામાં આવી ચુક્યા છે. પાણી સહિતની અન્ય સુવિધાઓ ઉપર પણ ધ્યાન આપવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પહેલા જ તૈયારીના ભાગરુપે નિશુલ્ક યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસને સફળ બનાવવા માટે રાજ્ય સરકારની સાથે સાથે અન્ય તમામ સંસ્થાઓ, સ્કુલો અને કોલેજો પણ લાગેલી છે. જુદી જુદી સ્કુલોમાં પણ યોગને લઇને તૈયારીઓ ચરમસીમા ઉપર પહોંચી ચુકી છે. બાળકોને પ્રેક્ટિસ કરાવવામાં આવી રહી છે. નવરંગપુરામાં આવેલી બેહરામુંગા, વસ્ત્રાપુરમાં અંધજન મંડળ ખાતે દિવ્યાંગ બાળકો દ્વારા પણ યોગા કરવામાં આવનાર છે. આ તમામને લઇને જોરદાર તૈયારીઓ કરાઈ રહી છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવા માટે ગુજરાત સરકાર સજ્જ દેખાઈ રહી છે. સમગ્ર અમદાવાદ શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં પાંચ લાખથી પણ વધુ લોકો કાર્યક્રમમાં ભાગ લેશે. વિશ્વ યોગ દિવસને સફળ બનાવવા ભવ્ય આયોજન કરાયું છે. વડાપ્રધાન મોદીના પ્રયાસોથી વર્ષ-૨૦૧૪માં યુનાઇટેડ નેશન્સમાં ભારતીય યોગ પરંપરાને વૈશ્વિક સ્વીકૃતિ મળી છે. વર્ષ-૨૦૧૫થી વિશ્વના અનેક દેશોમાં ૨૧મી જૂનને વિશ્વ યોગ દિન તરીકે ઉજવતા આવ્યા છે. આજ સ્વીકૃતિને વધુને વધુ વ્યાપક અને સર્વ સમાવેશક બનાવવાના હેતુ સાથે છેલ્લા ત્રણ વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાતમાં તા.૨૧ જૂનના રોજ ૪થા વિશ્વ યોગ દિવસની રાજ્યક્ક્ષાની ઉજવણી શહેરના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે કરવામાં આવનાર છે. રાજય સરકાર અને પતંજલિ યોગપીઠ દ્વારા યોગ દિવસની ઉજવણીને મહત્તમ સફળ બનાવવાના અસરકારક પ્રયાસો હાથ ધરાયા છે. રાજ્ય સરકાર અને પતંજલી યોગ પીઠના સંયુક્ત ઉપક્રમે યોજાનાર આ કાર્યક્રમમાં સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે અંદાજે ૧૦,૦૦૦ જેટલા લોકો એક સાથે યોગ કરશે.આ ઉપરાંત અમદાવાદ કલેકટર અને મહાનગરપાલિકાના સંયુકત પ્રયાસોથી સમગ્ર અમદાવાદમાં જુદા જુદા વોર્ડ, શાળા-કોલેજ કેમ્પસ, બાગ-બગીચા અને કોમ્પ્લેક્ષ જેવી વિવિધ જગ્યાઓ ઉપર અંદાજે પાંચ લાખથી વધુ લોકો યોગ કરીને વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં ભાગીદાર બનશે.

Related posts

PKની ટીમના ગાંધીનગરમાં ધામા

aapnugujarat

વીવીપેટને લઇને લોકજાગૃતિ કેળવાય તે માટે ગુજરાહ હાઈકોર્ટમાં થઈ અરજી

aapnugujarat

પ્રભારી રાજીવ સાતવ કંટાળ્યા, છોડી દેશે ગુજરાતનો પ્રભાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1