Aapnu Gujarat
બિઝનેસ

રેલ ઇન્ડિયા ટેકનિકલનો આઈપીઓ ૨૦મી જૂને લોંચ

રેલ ઇન્ડિયા ટેકનિકલ એન્ડ ઇકોનોમિક સર્વિસ (રાઇટ્‌સ) દ્વારા ૨૦મી જૂનના દિવસે આઈપીઓ લાવવા માટેની તૈયારી કરી લેવામાં આવી છે. ઓફરની પ્રાઇઝ બેન્ડ પ્રતિ શેર ૧૮૦થી ૧૮૫ રૂપિયા રાખવામાં આવી શકે છે. દર ૧૦ રૂપિયાના ફેસવેલ્યુ સાથે આની શરૂઆત થશે. ઓફરના અપર પ્રાઇઝ બેન્ડમાં કંપની ૪૬૬.૨ કરોડ રૂપિયા ઉભા કરવાની યોજના ધરાવે છે. જાણકાર લોકોનું કહેવું છે કે, ત્રણ દિવસની પબ્લિક ઓફરની પ્રક્રિયા ૨૨મી જૂનના દિવસે પુરી થશે. આ આઈપીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારના ડિસઇન્વેસ્ટમેન્ટના ભાગરુપે છે. ગયા વર્ષે નાણામંત્રી અરુણ જેટલીએ ભારતીય રેલવેના નવા પ્લાનની જાહેરાત કરી હતી. કેન્દ્રીય બજેટની સાથે રેલવે બજેટને મર્જ કરીને રજૂ કરવામાં આવ્યા બાદ આ સંદર્ભમાં જાહેરાત કરવામાં આવી હતી. રેલ ઇન્ડિયા ટેકનિકલ એન્ડ ઇકોનોમીક સર્વિસના આઈપીઓ પર તમામ લોકોની નજર રહેશે. કારણ કે આ આઈપીઓને ખુબ વધારે સારો પ્રતિસાદ મળવાની શક્યતા દેખાઈ રહી છે. આઈપીઓ પર મોટાભાગના રોકાણકારો ધ્યાન કેન્દ્રિત કરી ચુક્યા છે.

Related posts

टेलीकॉम सेक्टर में जाएंगी हजारों नौकरियां

aapnugujarat

दो साल में ५ लाख करोड़ के हाईवे प्रॉजेक्ट्‌स के ठेके देगी सरकार

aapnugujarat

દૂરસંચાર કંપનીઓ સાથે ટ્રાઇ મિટિંગ યોજશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1