Aapnu Gujarat
મનોરંજન

સની લિયોન વિવિધ ભાષાની ફિલ્મ કરવા તૈયાર

બોલિવુડના સુપરસ્ટાર અભિનેતા શાહરૂખખાનની સાથે રઇસ ફિલ્મમાં કામ કર્યા બાદ સેક્સી સ્ટાર સની લિયોન હવે ખુબ જ ખુશ છે. તેને વધારે ફિલ્મોની ઓફર મળી રહી છે. તેના કામથી નિર્માતા નિર્દેશકો પ્રભાવિત દેખાઇ રહ્યા છે. તેની પાસે મોટી ફિલ્મોની ઓફર પણ આવી રહી છે. તેની શિસ્તને લઇને પણ તમામ લોકો ખુશ છે. સુપરસ્ટાર સાથે કામ કર્યા બાદ તેનો આત્મવિશ્વાસ વધુ વધી ગયો હોવાનો દાવો સની લિયોન કરી રહી છે. સની લિયોને બોલિવુડમાં જીસ્મ ફિલ્મ મારફતે બોલિવુડમાં એન્ટ્રી કરી હતી. ત્યારબાદથી પાછળ વળીને જોયુ નથી. તેની મોટા ભાગની ફિલ્મોને સરેરાશ સફળતા મળી રહી છે પરંતુ તેની લોકપ્રિયતા સતત વધી રહી છે. તેને બોલિવુડમાં હવે તમામ ટોચના લોકો સ્વીકારતા થઇ ગયા છે. જેથી તમામ મોટા કલાકારોની પાર્ટીમાં પણ તે પહોંચી રહી છે. બોલિવુડમાં સેક્સ બોમ્બ સની લિયોન હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં આવી ત્યારથી જોરદાર લોકપ્રિય થઇ રહી છે. તેની લોકપ્રિયતા સતત વધી રહી છે. સની લિયોન હવે એ સ્ટારના કલાકારો સાથે પણ દેખાઇ રહી છે. આઇટમ સોંગની સાથે સાથે સારા રોલ પણ તેને મળી રહ્યા છે. તે અલગ ચાહક વર્ગ ધરાવે છે. તે બોલિવુડમાં પોતાની ઇમેજને સુધારી દેવાના પ્રયાસો પણ કરી રહી છે. સની લિયોન ભારત આવ્યા બાદ સોશિયલ મિડિયામા સતત સૌથી વધારે સર્ચ કરવામાં આવતી હસ્તી તરીકે છે. તે હવે હિન્દી ભાષા પર પણ પક્કડ મેળવી રહી છે. હિન્દીની સાથે અન્ય ભાષાની ફિલ્મોમાં પણ તે કામ કરી રહી છે.

Related posts

સેક્સી સ્ટાર એમી જેક્સન પણ ભાષાને લઇ પરેશાન

aapnugujarat

જીતેન્દ્ર અને શ્રીદેવીની કેમેસ્ટ્રી તમામ ચાહકમાં લોકપ્રિય

aapnugujarat

સાન્દ્રા નિર્માણ, એક્ટિંગમાં હજુ પણ સક્રિય : રિપોર્ટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1